તેણે પોતાના પુત્ર સહિત 4 બાળકોની હત્યા કરી હતી. બાળકીની હત્યા કર્યા બાદ તે પકડાઇ ગઇ હતી.
ષડયંત્ર રચીને કરી હત્યા
32 વર્ષીય પૂનમને જ્યારે પોલીસે પકડી પાડી હતી ત્યારે તેની આંખોમાં ડર કે પશ્ચતાવા જેવુ કઇપણ જોવા મળ્યુ ન હતુ. પાનીપત પોલીસના જણાવ્યા મુજબ, પૂનમે સ્વીકાર્યુ છે કે, તેને સુંદર બાળકોથી ઇર્ષા થતી હતી. ખાસ કરીને સુંદર બાળકીઓ તેના ટાર્ગેટ પર હતી. જે ચાર બાળકોની હત્યા કરાઇ છે તેમાં 3 બાળકીઓ અને એક પૂનમનો પુત્ર છે. પૂનમે પોલીસને કહ્યુ હતુ કે, તેણે પોતાના બાળકને એટલા માટે મારી નાંખ્યો હતો જેથી ઘરમાં કોઇને તેના પર શંકા ન જાય. પાણીમાં ડૂબાડીને એટલા માટે મારતી હતી જેથી બાળક શ્વાસ ન લઇ શકે.
પૂનમના સાસરી પક્ષનું અલગ જ નિવેદન
સોનીપતમાં પૂનમના સાસરી પક્ષે જે કહ્યુ તે કેસમાં નવો વળાંક લાવી શકે છે. તેઓએ કહ્યુ હતુ કે, પૂનમ હમેંશા કહેતી હતી કે, તેનામાં એક યુવકની આત્મા છે. તે અવાજ બદલીને કહેતી હતી કે, તેણે ત્રણ બાળકોની હત્યા કરી છે. આ ઉપરાંત તપાસમાં જાણવા મળ્યુ છે કે, પૂનમનો સંપર્ક ઉત્તર પ્રદેશના કૈરાનાના તાંત્રિક સાથે પણ છે.
હત્યાની ખૌફનાક કહાની
પ્રથમ બે હત્યાઓ વર્ષ 2023માં કરાઇ હતી. પોતાના પુત્ર અને નણંદની પુત્રીને પાણીની ટાંકીમાં ડૂબાડીને હત્યા કરી હતી. પાનીપતના એસપી ભૂપેન્દ્ર સિંહના કહ્યા અનુસાર, પૂનમે પ્રથમ વખત 2023માં પોતાના સાસરીમાં બે બાળકોની હત્યા કરી હતી. તેમા તેના પુત્ર શુભમની હત્યા કરાઇ હતી. જે માત્ર 3 વર્ષનો હતો. અને અન્ય બાળકી 9 વર્ષની હતી. પરિવારે આ બન્ને મોતને અકસ્માત ગણ્યો હતો.
અન્ય બે હત્યાઓ
ઓગષ્ટ 2025માં તેણે ત્રીજી હત્યા કરી હતી. પૂનમે 6 વર્ષની બાળકીની હત્યા કરી હતી. ઓગષ્ટ 2025માં પિયર સિવાહ ગામમાં આ હત્યા કરી હતી. અહીં તેણે પોતાના કઝીનની બાળકીની હત્યા કરી હતી. આ વખતે પણ બાળકીના મોતને અકસ્માત ગણવામાં આવ્યો હતો. 1 ડિસેમ્બરના રોજ તેણે લગ્ન પ્રસંગ દરમિયાન બાળકીની હત્યા કરી હતી. અને આ વખતે પૂનમ પકડાઇ ગઇ હતી.
પરિવારના ટોણા જવાબદાર ?
પોલીસ પૂછપરછમાં પૂનમે કહ્યુ હતુ કે, જ્યારે તેણે પોતાના પુત્ર શુભમને જન્મ આપ્યો ત્યારે પરિવારના સભ્યો કહેતા હતા કે, શુભમ કરતા પરિવારના અન્ય બાળકો સુંદર છે. આ હિનભાવના પૂનમના મનમાં બેસી ગઇ હતી. અને તેણે નફરતની આગમાં સુંદર બાળકોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યુ હતુ. પૂનમની લિસ્ટમાં પરિવારના અન્ય બે બાળકો પણ સામેલ હતા. પરંતુ તેઓ સદનસીબે બચી ગયા છે.
આ પણ વાંચોઃ NIA Raids in Delhi Blast Case: બિહાર, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સહિત કુલ 22 સ્થળોએ NIAના દરોડા
