મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં એક સગીર દુષ્કર્મ પીડિતાને આરોપીના ઘરે મોકલવાના કેસમાં છતરપુર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જુઝારનગર પોલીસે પન્નાના મહિલા બાળ વિકાસ અધિકારી, બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ, સમિતિના 5 સભ્ય, વન સ્ટોપ સેન્ટરના 3 કર્મચારી અને એક અન્ય મહિલાની વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. જો કે કોઈ પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.
બેજવાબદાર લોકો સામે કેસ દાખલ થયો













