હવે, આવી જ એક બીજી હત્યાનું રહસ્ય બહાર આવ્યું છે. નવી મુંબઈમાં, મહિલા ઓટો ડ્રાઈવરના પ્રેમમાં પડી અને પછી જે કર્યુ તે હચમચાવી નાંખનાર છે. 

પતિ હતો રસ્તાનો કાંટો 

મહિલાનું નામ સુનિતા છે. તે તેના પતિ બલિરામ સૂર્યનાથ કુશવાહ સાથે ઐરોલીના યાદવ નગરમાં રહેતી હતી. તેમને બે બાળકો છે. આ સમય દરમિયાન, સુનિતા ઘણસોલીમાં રહેતા ઓટો ડ્રાઇવર રાહુલ દશરથ પ્રજાપતિ સાથે નજીક આવી હતી. જ્યારે બલિરામને તેની પત્નીના ગેરકાયદેસર સંબંધોની ખબર પડી, ત્યારે તેણે તેનો સખત વિરોધ કર્યો. તેના પતિને તેના માર્ગમાં કાંટો બનતો જોઈને, સુનિતાએ તેના પ્રેમી રાહુલ સાથે મળીને બલિરામને કાયમ માટે ખતમ કરવાનું કાવતરું ઘડ્યું હતુ.

હત્યાની યોજના બનાવાઇ 

હત્યાની યોજનાને અમલમાં મૂકવા માટે, સુનિતાએ પહેલા તેના બે બાળકોને બે દિવસ માટે તેમની કાકીના ઘરે મોકલ્યા. 9 ઓગસ્ટ, 2025 ની રાત્રે, જ્યારે બલિરામ ગાઢ નિંદ્રામાં હતો, ત્યારે સુનિતા અને રાહુલે તેનું ગળું દબાવી દીધું અને પછી તીક્ષ્ણ હથિયારથી તેના પર હુમલો કરીને તેની હત્યા કરી હતી. આ ભયાનક હત્યા પછી, સુનિતાએ યાદવ નગરમાં પોતાનું ઘર ભાડે લીધું અને તેના બાળકો સાથે ઘણસોલીમાં તેના પ્રેમી રાહુલના ઘરે રહેવા ગઈ હતી. 

મોબાઇલ સિમથી ખુલ્યુ રહસ્ય 

લગભગ આઠ મહિના પછી જ્યારે બલિરામનો ભાઈ ગામથી તેમને મળવા આવ્યો, ત્યારે સુનિતાએ એક વાર્તા બનાવી કે ઝઘડા પછી બલિરામ ઘર છોડી ગયો હતો. તેના ભાઈને શંકા ગઈ અને તેણે એપ્રિલ 2026માં રબાલે MIDC પોલીસ સ્ટેશનમાં બલિરામ માટે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસ શરૂ થતાં જ, સુનિતા અને રાહુલે શોધ ટાળવા માટે તેમના જૂના મોબાઇલ ફોન અને સિમ કાર્ડની આપ-લે કરી, પરંતુ આ તેમની સૌથી મોટી ભૂલ હતી. પોલીસ ટેકનિકલ તપાસમાં જાણવા મળ્યું કે રાહુલ સતત સુનિતા સાથે અલગ અલગ નંબરોથી વાતચીત કરી રહ્યો હતો.

આ પણ વાંચોઃ  હવે પ્રયોગશાળામાં 'કૃત્રિમ જીવન' બનાવવામાં આવશે, વૈજ્ઞાનિકોનું આ મિશન શું છે? જાણો