મહારાષ્ટ્રના નાસિકની સેશન્સ કોર્ટે આરોપી નિદા ખાનની આગોતરા જામીન અરજી પર સુનાવણી હાથ ધરી હતી.

નિદા ખાનને ન મળ્યા આગોતરા જામીન

નાસિકના ટીસીએસમાં ધર્માંતરણ અને યૌન શોષણ કેસમાં નાસિક કોર્ટે HR એક્ઝયુક્ટિવ નિદા ખાનને આગોતરા જામીન આપ્યા નથી. હવે આ કેસની આગામી સુનાવણી 27 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે. સુનાવણી દરમિયાન, તપાસ અધિકારી અને સરકાર બંનેએ પોતાની દલીલો રજૂ કરી હતી. સરકાર અને પીડિતાના વકીલ બંનેએ તેમની લેખિત રજૂઆતો રજૂ કરવા માટે સમય માંગ્યો છે. જેને કોર્ટે સ્વીકાર્યો છે.

નિદા ખાન સસ્પેન્ડ

કોર્ટે સ્પષ્ટ કર્યું કે આગામી તારીખે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા પછી જ વચગાળાના જામીન પર નિર્ણય આપવામાં આવશે. હાલમાં, નિદા ખાનને કોઈ રાહત આપવામાં આવી નથી અને કેસમાં આગળની કાર્યવાહી ચાલી રહી છે. કંપની દ્વારા ફરાર નિદા ખાન વિરુદ્ધ જાહેરા કરાયેલા સસ્પેન્શન પત્ર સામે આવ્યો છે. 9 એપ્રિલ, 2026 ના રોજના આ પત્ર મુજબ, નિદા ખાન 27 ડિસેમ્બર, 2021 થી પ્રોસેસ એસોસિયેટ તરીકે કામ કરી રહી હતી. તેણીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાઇ છે.

કંપનીની મિલકત પરત કરવા આદેશ

કંપનીએ નિદા ખાનની TCS નેટવર્કમાં પ્રવેશ રદ કર્યો છે અને તેણીને તેના કબજામાં રહેલી તમામ કંપની મિલકત પરત કરવાનો નિર્દેશ આપ્યો છે. તેણીને આગામી સૂચના સુધી ઓફિસમાં હાજરી આપવા અથવા ઘરેથી કામ કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, તેણીએ આ કેસ વિશેની માહિતી અન્ય કોઈ કર્મચારી સાથે શેર કરવી જોઈએ નહીં, નહીં તો શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. આ સસ્પેન્શન આદેશ પુણે, નાસિક અને ગોવાના શાખા HR વડા શેખર કાંબલે દ્વારા જાહેર કરાયો હતો.

આ પણ વાંચોઃ Nepal News: બાલેન શાહ સરકારના એક જ નિર્ણયથી 50 લાખ મધેશીઓ કેમ થયા ચિંતિત?, જાણો