ગ્રેટર નોઇડાના સિરસા ગામમાં એક પરિણીત યુવતીને તેના દીકરા અને બહેનની સામે જ જીવતી સળગાવી દેવાની ઘટના સામે આવી છે. પતિ અને સાસરિયા વાળા વહુ પાસે 36 લાખ દહેજની માંગ કરી રહ્યા હતા. તે પૂરી ન થતા સાસરિયાઓએ તેને જીવતી સળગાવી દીધી. આ આખી ઘટનાનો વીડિયો તેની સગી બહેને મોબાઇલમા રેકોર્ડ કર્યો અને તે હવે વાયરલ થઇ રહ્યો છે.

7 વર્ષના દીકરાએ માતાને જીવતી સળગતા જોઇ
 'મારી મમ્મી પર કંઈક રેડ્યું, તેને લાફો માર્યો અને પછી લાઈટરનો ઉપયોગ કરીને તેને સળગાવી દીધી.' આ શબ્દો છે તે 7 વર્ષના દીકરાના. દીકરાની આંખોની સામે તેની માંને સાસરિયા વાળાએ જીવતી સળગાવી નાખીને મારી નાખી. આ ઘટના 21 ઓગસ્ટના રોજ ગ્રેટર નોઇડાના સિરસા ગામમાં ઘટી છે. માં નિક્કીના મોત બાદ 7 વર્ષનો દીકરો સદમામાં છે. ઘટના સ્થળે હાજર નિક્કીની મોટી બહેન કંચને આ આખી ઘટનનો વીડિયો મોબાઇલમાં રેકોર્ડ કર્યો છે. જોકે સોશિયલ માડિયામાં ઝડપથી વાયરલ પણ થઇ રહ્યો છે. નિક્કીના દીકરાએ પોતે પોલીસને કહ્યુ કે પપ્પાએ મારી મમ્મીને લાઇટરથી સળગાવી દીધી.


બે બહેનોના લગ્ન એક જ ઘરમાં થયા હતા
નિક્કીના પિતાનો આરોપ છે કે તેની બંને દીકરીઓ નિક્કી અને કંચનના લગ્ન 2016માં ગ્રેટર નોઇડાના સિરસા ગામમાં એક જ ઘરમાં બંને ભાઇઓ સાથે કરવામાં આવ્યા હતા. તેમને તેમની હેસિયત કરતા વધારે લગ્નમાં દહેજ આપી દીધુ છે. તે બાદ પણ પૈસાની માંગણી કરતો રહેતો હતો. પિતાએ આરોપ લગાવ્યો છે કે આરોપી વિપિનને અન્ય યુવતીઓ સાથે પણ સંબંધ હતા. જેના કારણે તેમની દીકરીને સતત માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. 21 ઓગસ્ટે આ જ વાતને લઇને ઝગડો થયો અને આખા પરિવારે મળીને દીકરીનો જીવ લઇ લીધો.

  • Follow us on: