'ઓપરેશન મહાદેવ' શું છે?. પહલગામ હુમલા બાદ 7 મે 2025ના રોજ ભારતે 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યુ હતુ. જેમાં પાકિસ્તાન અને પીઓકેમાં આતંકી ઠેકાણાને ધ્વસ્ત કરવામાં આવ્યા હતા. પરંતુ આતંકીઓને જડમૂળમાંથી ખત્મ કરવા માટે આર્મીએ લાંબી રણનીતિ તૈયાર કરી હતી. જેનું નામ આપવામાં આવ્યુ હતુ 'ઓપરેશન મહાદેવ'. આ 'ઓપરેશન મહાદેવ' 96 દિવસ સુધી ચલાવવામાં આવ્યુ હતુ.

'ઓપરેશન મહાદેવ'ની શરૂઆત

આ 'ઓપરેશન મહાદેવ' 96 દિવસ સુધી ચાલ્યુ હતુ. આ યોજનાનો હેતુ એ હતો કે, જે આતંકવાદીઓએ પહેલગામમાં હુમલો કર્યો હતો. તેઓને પકડીને ઠાર મારવામાં આવે. 28 જુલાઇ 2025ના રોજ શ્રીનગરના દાચીગામ વિસ્તારમાં થયેલી અથમણથી 'ઓપરેશન મહાદેવ'નો અંતિમ તબક્કો શરૂ થયો હતો. 'ઓપરેશન મહાદેવ'ની ટીમમાં સ્પેશયલ ઓપરેશન ગ્રુપ એટલે કે SOG અને ભારતીય સેનાની 12 શીખ લાઇટ ઇન્ફૈંટ્રી સામેલ હતી. 'ઓપરેશન મહાદેવ'નું મુખ્ય લક્ષ્ય આતંકવાદીઓના ઠેકાણાનો નાશ કરવો અને મુખ્ય હુમલાખોરને શોધવો.

મિશનની કહાનીઃ કેવી રીતે ઠાર મરાયા આતંકીઓ ?

જાસૂસી અને તૈયારીઓ હાથ ધરાઇ હતી. સેનાએ ડ્રોન અને હ્યૂમિંટથી આતંકવાદીઓના લોકેશન ટ્રેક કર્યા હતા. દાચીગામના જંગલોમાં આતંકવાદીઓ હોવાની માહિતી મળી હતી. 28 જુલાઇ સવારે સુરક્ષાદળોએ વિસ્તારને ઘેર્યો હતો. અને સર્ચ ઓપરેશન શરુ કર્યુ હતુ. સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. અથડામણ 6 કલાક સુધી ચાલી હતી. જેમાં 3 આતંકીઓ ઠાર મારવામાં આવ્યા હતા. અથડામણમાં AK-47, ગ્રેનેડ અને IED જપ્ત કરવામાં આવ્યા હતા. આ હથિયાર પહલગામ હુમલામાં ઉપયોગમાં લેવાયા હતા. સેનાએ જણાવ્યુ હતુ કે, પહલગામ હુમલામાં સામેલ મુખ્ય ષડયંત્રકારી આતંકીનો સફાયો કરવામાં આવ્યો છે. હવે બાકી રહેલા આતંકવાદીઓની તપાસ કરવામાં આવી રહી છે.

ઓપરેશનમાં શું ખાસ હતુ ?

સ્વદેશી ટેક્નોલોજી, સેનાએ સ્વદેશી ડ્રોન અને રડારનો ઉપયોગ કર્યો હતો. જે જંગલમાં છુપાયેલા આતંકવાદીઓને શોધવા માટે મદદ કરે છે. અથડામણમાં નાગરિકને નુકસાન ન થાય તે માટે સાવધાની રાખવામાં આવી હતી. 96 દિવસ ચાલેલા 'ઓપરેશન મહાદેવ'માં જાસૂસી, ઘેરાબંધી અને સટીક હુમલાઓ સામેલ છે. ડ્રોન અને થર્મલ ઇમેજિંગથી સેનાએ રાત્રી દરમિયાન આતંકવાદીઓની ગતિવિધિઓ પર નજર રાખી હતી. IED નિષ્ક્રિય રાખવા માટે રોબોટિક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ભારત માટે કેટલુ મહત્ત્વ ?

પહલગામ જેવા હુમલાઓને રોકવા માટે મદદ મળશે. સ્વદેશી ટેક્નોલોજી અને સેનાની રણનીતિથી દેશનો આત્મવિશ્વાસ વધશે. હાશિમ મૂસા જેવા અને આતંકીઓ છુપાયેલા હોઇ શકે છે. જેના માટે સતર્કતા જરુરી છે. 'ઓપરેશન મહાદેવ'ના માધ્યમથી પહલગામ હુમલાના આતંકીઓને 96 દિવસ બાદ જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. શ્રીનગરની અથડામણમાં 3 આતંકીઓ ઠાર મરાયા છે. અને ભારતની દ્રઢતા દર્શાવવામાં આવી છે. હાશિમ મૂસા જેવા આતંકીઓનો સફાયો દેશ માટે મોટી સફળતા છે.