પુણેના વેપારી કેતન અગ્રવાલની હત્યા કેસમાં મોટો ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. લોનાવાલા પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી કરીને વધુ એક આરોપીની ધરપકડ કરી છે. કેતન અગ્રવાલની પ્રેમિકા સિયા ગોયલ અને મુખ્ય આરોપી ચેતન ચૌધરીના સાથીદાર યુવકની આ કેસમાં ત્રીજા આરોપી તરીકે ધરપકડ કરવામાં આવી હોવાનો દાવો કરાયો
હત્યાના કાવતરા અંગે અગાઉથી જ પૂરેપૂરી જાણકારી હોવાનો દાવો
મળતી વિગતો મુજબ આ આરોપીનું નામ રિતેશ છે અને હાલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, રિતેશને કેતન અગ્રવાલની હત્યાના કાવતરા અંગે અગાઉથી જ પૂરેપૂરી જાણકારી હતી. ચેતન અને સિયાએ પોતાના આ ક્લાસમેટ સાથી સાથે મળીને લોહાણા કિલ્લા પર હત્યા અંજામ આપવાની સમગ્ર યોજના ઘડી હતી. ચેતન અને સિયાએ રિતેશને સાથે કિલ્લા પર આવવા કહ્યું હતું, પરંતુ તેણે જવાની ના પાડી દીધી હતી.
