દેશભરમાં ચકચાર મચાવનાર રાજા રઘુવંશી કેસમાં રોજ નવા નવા ખુલાસાઓ થાય છે. ત્યારે હવે રાજાના પરિવારે પોલીસ સામે નવી માગ કરી છે. તેઓ ઇચ્છે છે કે, સોનમ અને રાજ કુશવાહાનો નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે. શિલોંગ પોલીસે તમામ પુરાવા એક્ત્ર કર્યા છે. અને આરોપીઓની રિમાંડ પણ લીધી છે. હાલ પાંચ આરોપી જેલમાં છે. હવે આ મામલે ચાર્જશીટ રજૂ કર્યા બાદ, કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.


નાર્કો ટેસ્ટની માગ

આ કેસમાં હવે રાજાના ભાઇ વિપિને ત્રણ વકીલ હાયર કર્યા છે. તેમના દ્વારા શિલોંગ કોર્ટમાં સોનમ માટે નાર્કો ટેસ્ટની માગ કરવામાં આવશે. વિપિને કહ્યુ છે કે, હાઇકોર્ટમાં તેમની અરજી ફગાવી દેવામાં આવે છે તો તેઓ સુપ્રીમ કોર્ટમાં જશે. શિલોંગ પોલીસે હત્યા કેસમાં સોનમના પ્રેમી રાજનો હાથ હોવાનુ કહ્યુ છે. પરંતુ મૃતક રાજાના પરિવારે આશંકા વ્યક્ત કરી છે કે, સોનમે રાજાની નરબલિ આપી છે. અને તે તંત્ર મંત્ર કરતી હતી. લગ્ન પછી સોનમે ઘરની બહાર લાલ કપડામાં એક પોટલી પણ ટીંગાવી હતી.

હત્યાકાંડની ઝીણવટપૂર્વક તપાસ

મૃતક રાજાના ભાઇ વિપિને કહ્યુ છે કે, તેઓ આ અઠવાડિયે દિલ્હી જશે અને પછી શિલોંગ માટે રવાના થશે. શિલોંગ પોલીસ આરોપીઓનો નાર્કો ટેસ્ટ નથી કરાવી રહી. પરંતુ તેઓએ હત્યાકાંડની ઝીણવટપૂર્વક તપાસ કરી છે. પરંતુ તેમ છતા તેઓ હત્યાનું સાચુ કારણ જાણવા માગે છે. તેથી રાજાના પરિવારજનો નાર્કો ટેસ્ટ કરવા માગે છે. મૃતક રાજાના ભાઇ વિપિને સોનમ પર બીજા લગ્ન કર્યા હોવાનો આરોપ લગાવ્યો છે. કારણ કે તેની પાસેથી બે મંગલસૂત્ર મળી આવ્યા હતા. વિપિનને શંકા છે કે, રાજાની હત્યા કર્યા બાદ તે ઇન્દોર આવી હતી. અને તેણે પ્રેમી રાજ સાથે લગ્ન કર્યા હતા. 

  • Follow us on: