સોનમને ત્રણ અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. સોનમે 2025માં તેના પતિની હત્યા કરી હતી. 

હનીમૂન દરમિયાન પતિની હત્યા 

સુપ્રીમ કોર્ટે ઇન્દોરમાં ખૂબ જ ચર્ચિત રાજા રઘુવંશી હત્યા કેસના મુખ્ય આરોપી સોનમ રઘુવંશીના જામીન રદ કર્યા છે. સુપ્રીમ કોર્ટે તેમને ત્રણ અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે. મે 2025માં મેઘાલયના સોહરામાં સોનમે તેના પતિ રાજા રઘુવંશીની હત્યા હનીમૂન દરમિયાન હત્યા કરી હતી. સુપ્રીમ કોર્ટે સોનમના જામીનને પડકારતી મેઘાલય સરકારની અરજી મંજૂર કરી. ન્યાયાધીશ એમ.એમ. સુંદરેશ અને પી.બી. વરાલેની બેન્ચે સોનમને પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવા માટે ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો છે. 

સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, જો ટ્રાયલ આગળ ન વધે અને છ મહિનાની અંદર પૂર્ણ ન થાય, તો સોનમ નવી જામીન અરજી દાખલ કરી શકે છે. મધ્યપ્રદેશના ઇન્દોરની રહેવાસી આરોપીને ગયા વર્ષે જૂનમાં તેના ઉદ્યોગપતિ પતિ રાજા રઘુવંશીની હત્યા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

શુ હતો મામલો ? 

સોનમ અને રાજા ગયા વર્ષે 23 મેના રોજ મેઘાલયના સોહરા વિસ્તારમાં હનીમૂન માટે ગયા હતા. અને તેણી ત્યાં રહસ્યમય રીતે ગુમ થઈ હતી. ત્યારબાદ, 2 જૂન, 2025ના રોજ રાજાનો મૃતદેહ ઊંડી કોતરમાંથી મળી આવ્યો હતો. પોલીસનો આરોપ છે કે સોનમે નાણાકીય લાભ માટે ભાડે રાખેલા હુમલાખોરોની મદદથી તેના પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળમાં રાજકીય તોફાન! CM સુવેન્દુ અધિકારીની કરી મોટી જાહેરાત