પોલીસ અને ફોરેન્સિક ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. અને તપાસ શરુ કરી છે. હજુ સુધી મૃતદેહની ઓળખ થઈ નથી.

મૃત્યુ મામલે તપાસ શરુ

દિલ્હીના પીરાગઢી ફ્લાયઓવર પર એક કારમાંથી ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહોને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા. મૃતકોમાં એક મહિલા અને બે પુરુષો છે. તેમની ઓળખ હજુ સુધી થઈ નથી. આ ઘટનાથી વિસ્તારમાં ડરનો માહોલ છે. લોકો સમગ્ર ઘટના અંગે અનુમાન લગાવી રહ્યા છે. પોલીસ અને ફોરેન્સિક ટીમો તપાસ કરી રહી છે.

સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ

પીરાગઢી ફ્લાયઓવર પર લાંબા સમયથી એક ટવેરા કાર પાર્ક કરેલી હતી. અંદર તપાસ કરતાં ત્રણ લોકો બેભાન અવસ્થામાં જોવા મળ્યા હતા. પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસે આ મામલાની તપાસ કરી અને તેમના મોતની પુષ્ટી કરી હતી. ત્યારબાદ ફોરેન્સિક ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. કાર અને તેની આસપાસના વિસ્તારમાંથી તમામ પુરાવા એકત્રિત કર્યા પછી પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે.

પોલીસ તપાસમાં વ્યસ્ત

પોલીસ હત્યા અને આત્મહત્યા બંને એંગલની તપાસ કરી રહી છે. તેઓ કારની નંબર પ્લેટ પરથી મૃતકની ઓળખ કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. હાલમાં, પોલીસે આ બાબતે હજુ સુધી કોઈ નિવેદન જાહેર કર્યું નથી. દિલ્હી કાયદા વ્યવસ્થા પર ફરી એકવાર પ્રશ્ન ઉભા થયા છે.

આ પણ વાંચોઃ Iran US Talk: અમેરિકા સાથેની વાતચીતમાં ઈરાને Donald Trumpને યુરેનિયમ સંવર્ધન અંગે સ્પષ્ટ શબ્દોમાં આપી ચેતવણી