મળતી માહિતી પ્રમાણે મધ્ય પ્રદેશના ઉજ્જૈન સ્થિત મહાનંદા નગરની એસબીઆઇ બેન્કની બ્રાન્ચમાં ચોરોએ મોટી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. બેન્ક બ્રાન્ચમાંથી ચોર લગભગ 2 કરોડ રૂપિયાની કિંમતના આભૂષણ અને 8 લાખ રૂપિયા કેશ ચોરી કરીને ફરાર થઇ ગયા છે. ચોરી ની આ ઘટનાની જાણકારી મળ્યા બાદ ઉજ્જૈન પોલીસમાં હડકંપ મચી ગયો છે. તો સીસીટીવી ફુટેજમાં ચોરો ચોરીને અંજામ આપતા જોવા મળ્યા છે. મળતી માહિતી પ્રમાણે ચોરી કરેલા ઘરેણાં બેન્કમાં રાખેલાં ગોલ્ડ લોનના ઘરેણાં છે. હાલ પોલીસ સીસીટીવીના આધારે ચોરોની તપાસમાં જોતરાઇ છે.

એસબીઆઇ બેન્કમાંથી કરી ચોરી

ઉજ્જૈન સ્થિત મહાનંદા નગરમાં એક મોટી ચોરીની ઘટના ઘટવા પામી છે.જેમાં બેન્કમાં રાખવામાં આવેલાં ગોલ્ડ લોનના ઘરેણાં ચોરીને ચોરો ફરાર થઇ ગયા છે. 2 કરોડના ઘરેણાં અને આશરે 8 લાખ રોકડ રકમ ચોરી કરીને ફરાર થયા છે. પોલીસને આ વાતની જાણ થયા બાદ તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. હાલ પોલીસને એવો શક છે આટલી મોટી ચોરીની ઘટનાને અંજામ આપનાર વ્યક્તિ અંદરનો જ કોઇ હોઇ શકે છે. હાલ પોલીસની ટીમ ઘટના સ્થળે આ બાબતની પૂછતાછ અને તપાસમાં જોડાયેલી છે.

ગોલ્ડ લોનની હતી જ્વેલરી

ચોરી બાદ સામે આવ્યુ છે કે બેન્કમાં ધામા નાખનાર બદમાશોએ બેન્કમાં ગોલ્ડ લોન માટે રાખવામાં આવેલા ઘરેણાની ચોરી કરી છે. આ ઘરેણાં એવા લોકોના હતા. જેમણે બેન્ક પાસેથી ગોલ્ડ લોન લીધી હતી. તપાસ દરમિયાન એ વાત સામે આવી છે કે ચોરીની ઘટના દરમિયાન ગુનેગારો પાસે બેંક લોકર નહોતું. તો બીજી તરફ આ મામલે પોલીસે બેન્કના દરેક કર્મચારીઓની પૂછપરછ કરી રહી છે. આ સિવાય પોલીસની ટીમ સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે. 
  • Follow us on: