બંગાળની ખાડીમાં સર્જાયેલું અતિ તીવ્ર ચક્રવાતી તોફાન ‘અર્નબ’ 28 ઓક્ટોબર, 2026ના રોજ વહેલી સવારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટક્યું હતું. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયા વહેલી સવારે લગભગ 1:20 વાગ્યે શરૂ થઈ હતી. આ ચક્રવાત બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે આવેલા યાનમની દક્ષિણે, કાકીનાડા નજીક દરિયાકિનારે અથડાયું હતું. જમીન પર ત્રાટક્યા બાદ પણ આ વાવાઝોડાએ પોતાની ભયાનક તીવ્રતા જાળવી રાખી હતી, જેના કારણે આંધ્રપ્રદેશ તેમજ પડોશી રાજ્ય ઓડિશાના દક્ષિણ જિલ્લાઓમાં ભારે તારાજી સર્જાઈ છે.
આંધ્રપ્રદેશના મંત્રીએ પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું
ચક્રવાત અર્નબ નબળો પડવા લાગ્યો છે, અને આંધ્રપ્રદેશના મંત્રી અનિતા ફિલ્ડમાં છે. તેમણે ચિનાગુમુલુરુમાં લોકો સાથે મુલાકાત કરી અને ચક્રવાત અર્નબ પછીની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું.
https://x.com/ANI/status/2115297839370887432?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2115297839370887432%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કરી સમીક્ષા
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ મંગળવારે ૩૨,૦૦૦થી વધુ અધિકારીઓ સાથે ટેલિકોન્ફરન્સ યોજી ચક્રવાત 'અર્નબ'ની સ્થિતિની સમીક્ષા કરી હતી. વહીવટીતંત્રની આગોતરી તૈયારીઓને કારણે કોઈ જાનમાલનું નુકસાન થયું નથી, જે બદલ તેમણે અધિકારીઓની પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રીએ બે કલાકમાં વૃક્ષો હટાવવા, વીજળી વહેલી તકે ચાલુ કરવા, આશ્રયસ્થાનોમાં તમામ સુવિધાઓ પૂરી પાડવા અને NDRF-SDRF ટીમોને સતર્ક રાખવા કડક નિર્દેશો આપ્યા છે. તેમજ કૃષિ પાકને થયેલા નુકસાનનો અહેવાલ તૈયાર કરી કેન્દ્ર સરકારને મોકલવા અને સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સતર્ક રહેવા જણાવ્યું હતું.

દરિયો ન ખેડવા અપાઇ સૂચના
વાવાઝોડું અર્નબ લેન્ડફોલ થયા બાદ વધુ ખતરનાક બન્યુ છે. આંધ્રપ્રદેશ, ઓડિશામાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે. લોકો ઘરની બહાર કામ વગર ન નીકળે અને માછીમારોને દરિયો ન ખેડવાની આપી સૂચના.
https://x.com/ANI/status/2115265877964980503?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2115265877964980503%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
ભયાનક પવન અને જળબંબાકારની સ્થિતિ
ચક્રવાત અર્ણબ દરિયાકાંઠે અથડાયું ત્યારે સતત પવનની ઝડપ 125 થી 135 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી, જ્યારે અતિશય તીવ્ર ઝાપટાં દરમિયાન પવનની ગતિ 150 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ હતી. આ ભયાનક પવનોના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં સેંકડો વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા, મકાનોની છતો અને પતરાં હવામાં ઊડી ગયાં હતાં તથા વીજળીના થાંભલા પડી જવાથી અનેક વિસ્તારો અંધારપટમાં ડૂબી ગયા હતા.
https://x.com/ANI/status/2115134493304693155?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2115134493304693155%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
કાકીનાડા અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં દરિયાના રાક્ષસી મોજાંઓ ઉછળીને રહેણાંક વિસ્તારો સુધી પહોંચી ગયા હતા. દરિયાઈ પાણી ઘરોમાં ઘૂસી જતાં રાત્રિના અંધારામાં જ ગ્રામજનોને પોતાના ઘરો છોડીને સુરક્ષિત સ્થળોએ ભાગવાની ફરજ પડી હતી. ઓડિશાના દક્ષિણ વિસ્તારોમાં પણ ભારે પવન સાથે અવિરત વરસાદ ચાલુ રહ્યો હતો, જેનાથી નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
https://x.com/HeyItsRajaa/status/2114722289782796328?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2114722289782796328%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
https://x.com/ANI/status/2115271376194224423?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2115271376194224423%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં
આ કુદરતી હોનારત સામે લડવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની અનેક ટીમો સતત રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે. મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુના સીધા નિર્દેશ હેઠળ રાજ્ય વહીવટીતંત્રે અગાઉથી જ મોટા પાયે તૈયારીઓ કરી લીધી હતી.
સ્થળાંતર: રાજ્યમાં આશરે 84,396 થી 89,000 લોકોને નીચાણવાળા અને જોખમી વિસ્તારોમાંથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
આશ્રયસ્થાનો: નાગરિકો માટે 290થી વધુ કાયમી ચક્રવાત આશ્રયસ્થાનો અને 2,000થી વધુ કામચલાઉ રાહત કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે.
તબીબી સેવાઓ: સગર્ભા મહિલાઓને સુરક્ષિત રીતે હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવી છે અને તબીબી ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.
બંદરો અને માછીમારો: દરિયામાં ગયેલી 30,000થી વધુ માછીમારી બોટોને અગાઉથી જ સુરક્ષિત બંદરો પર પરત લાવી દેવામાં આવી હતી.
https://x.com/ANI/status/2115255504486441370?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2115255504486441370%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
https://x.com/ANI/status/2115272371909312951?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2115272371909312951%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
વાહનવ્યવહાર અને સેવાઓ પર અસર
વાવાઝોડાના કારણે વાહનવ્યવહારને પણ માઠી અસર પહોંચી છે. રસ્તાઓ પર વૃક્ષો અને વીજળીના થાંભલા પડવાથી અનેક મુખ્ય માર્ગો બંધ થઈ ગયા છે. સાવચેતીના પગલે રેલવે તંત્ર દ્વારા અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે વિશાખાપટ્ટનમ અને વિજયવાડા એરપોર્ટ પરથી ઉપડતી 21 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવી પડી છે. વહીવટીતંત્રે રસ્તાઓ સાફ કરવા અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે ઈમરજન્સી ટીમો તૈનાત કરી છે.
આ પણ વાંચોઃ Cyclone Arnab: આંધ્રપ્રદેશના દરિયાકાંઠે અર્ણબ વાવાઝોડાનું રૌદ્ર સ્વરૂપ! 150 કિમીની ઝડપે ત્રાટકેલા પવનોએ છાપરાં ઉડાડ્યા