ભારતીય હવામાન વિભાગે બંગાળની ખાડીમાં બનેલા વાવાઝોડા સાયક્લોન મોન્થાને કારણે તમિલનાડુના 4 ઉત્તરીય તટીય જિલ્લાઓ , ચેન્નાઇ, કાંચીપુરમ અને રાનીપેટ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગનું કહેવુ છે કે આ જિલ્લાઓમાં ભારે વરસાદ અને હવા ચાલી શકે છે આથી અહીંના લોકોએ સાવધાન રહેવુ જોઇએ. આઇએમડીએ આંધ્રપ્રદેશના 23 જિલ્લા અને દક્ષિણ ઓડિશાના તટો માટે ચેતવણી આપી છે.


અહીં ભારે વરસાદ અને પવન ફૂંકાશે

આંધ્રપ્રદેશમાં, SPSR નેલ્લોર, પ્રકાશમ, ભટ્ટલ, કૃષ્ણા, પશ્ચિમ ગોદાવરી, પૂર્વ ગોદાવરી અને વિજયવાડા જેવા જિલ્લાઓ લાલ અને નારંગી ચેતવણી હેઠળ છે. 27 થી 29 ઓક્ટોબર દરમિયાન આ વિસ્તારોમાં ભારે વરસાદ, ભારે પવન અને પૂરની સંભાવના છે.


 ચાર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

ભારતીય હવામાન વિભાગે બંગાળની ખાડીમાં ચક્રવાત મોન્થાના કારણે તમિલનાડુના ચાર ઉત્તરીય દરિયાકાંઠાના જિલ્લાઓ: ચેન્નાઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને રાનીપેટ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ જિલ્લાઓમાં ભારે વરસાદ અને પવન ફૂંકાઈ શકે છે, તેથી લોકોએ સાવધાની રાખવાની જરૂર છે.


28 ઓક્ટોબરે ચક્રવાતી તોફાનમાં ફેરવાશે 

ભારતીય હવામાન વિભાગે અહેવાલ આપ્યો છે કે છેલ્લા છ કલાકમાં આ તોફાન 15 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું છે. સોમવારે સવારે હવામાન નિષ્ણાતોએ જણાવ્યું હતું કે આગામી 12 કલાકમાં, આ તોફાન દક્ષિણપશ્ચિમ અને પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાંથી ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે, પછી ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ વળશે. 28 ઓક્ટોબરની સવાર સુધીમાં તે તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જવાની શક્યતા છે. ત્યારબાદ 28 ઓક્ટોબરની સાંજે કે રાત્રે કાકીનાડા નજીક માછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે.


  • Follow us on: