ચક્રવાત મોન્થા આંધ્રપ્રદેશમાં ત્રાટકવાનું શરૂ કરી દીધું છે અને તે તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની ધારણા છે. IMD અનુસાર બંગાળની ખાડી પર ત્રાટકતું ચક્રવાત મોન્થા આજે સવાર સુધીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની ધારણા છે. આજે સાંજે કે રાત્રે માછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ (કાકીનાડાની આસપાસ) વચ્ચે 90-100 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે, જે 110 કિમી/કલાક સુધી ઝડપી રહેશે.

ઉત્તર પૂર્વ તરફ આગળ વધ્યું ચક્રવાત

પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પરનું ડિપ્રેશન છેલ્લા 06 કલાક દરમિયાન 12 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધ્યું અને આજે 28 ઓક્ટોબર 2025 ના રોજ ભારતીય સમય મુજબ 0530 કલાકે વેરાવળ (ગુજરાત) થી લગભગ 510 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ, મુંબઈ (મહારાષ્ટ્ર) થી લગભગ 580 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ, પણજી (ગોવા) થી લગભગ 660 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ, અમીનીદિવી (લક્ષદ્વીપ) થી 840 કિમી ઉત્તરપશ્ચિમ અને મેંગલોર (કર્ણાટક) થી લગભગ 890 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં કેન્દ્રિત હતું. આગામી 36 કલાક દરમિયાન તે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં લગભગ ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાની સંભાવના છે તેમ IMDએ જણાવ્યું.


110 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન 

પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાન મોન્થા છેલ્લા 6 કલાક દરમિયાન 15 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું, જે તીવ્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાયું અને આજે 28 ઓક્ટોબર 2025 ના રોજ ભારતીય સમય મુજબ 0530 વાગ્યે મછલીપટ્ટનમ (આંધ્રપ્રદેશ) થી લગભગ 190 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં, કાકીનાડા (આંધ્રપ્રદેશ) થી 270 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં, વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ) થી 340 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં, ગોપાલપુર (ઓડિશા) થી 550 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં કેન્દ્રિત થયું. તે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખે છે અને આજે 28 ઓક્ટોબરની સાંજે/રાત્રે કાકીનાડાની આસપાસ મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે 90-100 કિમી પ્રતિ કલાકની મહત્તમ સતત પવનની ગતિ સાથે 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકશે તેમ IMDએ જણાવ્યું.


આ રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર

હકીકતમાં, IMD, અમરાવતીએ ચક્રવાત મોન્થાને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશના ઘણા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે તેમજ આજે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ જિલ્લાઓમાં પ્રકાશમ, પલનાડુ, પ્રકાશમ, બાપટલા, ગુંટુર, કૃષ્ણા, એલુરુ, પશ્ચિમ ગોદાવરી, પૂર્વ ગોદાવરી, કાકીનાડા, બીઆર આંબેડકર કોનાસીમા, ASR, અનાકાપલ્લે, વિશાખાપટ્ટનમ, પાર્વતીપુરમ, શ્રીકાકુલમનો સમાવેશ થાય છે.

ચક્રવાત ત્રાટકવાનું શરૂ
આંધ્રપ્રદેશ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના મેનેજિંગ ડિરેક્ટર પ્રખર જૈને સોમવારે જણાવ્યું હતું કે ચક્રવાત મોન્થા જમીન પર ત્રાટકવાનું શરૂ કરી દીધું છે અને તે તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં વરસાદ અને જોરદાર પવન ફૂંકાઈ રહ્યા છે. જૈને જણાવ્યું હતું કે ચક્રવાત જમીન પર ત્રાટકવાનું શરૂ કરી દીધું છે, અને વરસાદ અને જોરદાર પવનો દરિયાકાંઠાના જિલ્લાઓમાં ફૂંકાઈ રહ્યા છે.

જમીનની નજીક આવતા બનશે તીવ્ર
તેમણે કહ્યું કે વાવાઝોડું જમીનની નજીક આવતાની સાથે વધુ તીવ્ર બનશે. પ્રખર જૈને જણાવ્યું હતું કે ચક્રવાત છેલ્લા છ કલાકમાં 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું છે, અને સાંજ સુધીમાં, તે વિશાખાપટ્ટનમથી લગભગ 560 કિલોમીટર દૂર હતું અને આજે સવાર સુધીમાં તે તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા છે.
  • Follow us on: