ભીષણ ચક્રવાતી વાવાઝોડાં મોંથાના કારણે મંગળવારે વિશાખાપટ્ટવમ એરપોર્ટ પરથી સંચાલિત થતી કુલ 32 ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર વિશાખાપટ્ટનમ એરપોર્ટ પરથી ઉડાન ભરતી બે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી. ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બંને ફ્લાઇટ રદ્દ કરવામાં આવી છે. વાવાઝોડાંની અસર વિશાખાપટ્ટનમમાં જોવા મળી રહી છે.
વિજયવાડા એરપોર્ટ પરની 16 ફ્લાઇટ કેન્સલ
વિજયવાડા એરપોર્ટ પરથી આજે 16 ફ્લાઇટ્સ રદ્દ કરી દીધી છે, જોકે 5 ફ્લાઇટ્સ ચલાવવામાં આવી હતી. વિજયવાડા એરપોર્ટ પર ગઈકાલે (સોમવારે) વિશાખાપટ્ટનમ માટે માત્ર એક ફ્લાઇટ રદ્દ થઈ હતી. પરંતુ આજે દિલ્હી અને મુંબઈ સહિત દેશના વિવિધ સ્થળો માટે કુલ 16 ફ્લાઇટ્સ રદ્દ થઈ ગઈ છે.લોકોને સહી સલામત રહેવા પણ સૂચના આપવામાં આવી છે.
તિરુપતિ એરપોર્ટ પર 4 ફ્લાઇટ્સ રદ્દ
અનેક એરલાઇનોએ મંગળવારના દિવસે સંચાલન સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. બુધવારની ફ્લાઇટ્સ અંગેની સ્થિતિ સાંજ સુધીમાં સ્પષ્ટ થઈ શકે છે. તે જ રીતે, તિરુપતિ એરપોર્ટ પર 4 ફ્લાઇટ્સ રદ્દ થઈ ગઈ છે.આ સિવાય નજીકના અનેક વિસ્તારોમાં હાઇએલર્ટ પર લોકોને રાખવામાં આવ્યા છે. મોંથા સાંજે 5.30 કલાકે આંધ્રમાં ટકરાશે. જેની અસર અનેક રાજ્યોમાં જોવા મળી રહી છે. સવારથી અલગ અલગ જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદ તો ફલાઇટ્સ ટ્રેનોને પણ માઠી અસર પડી રહી છે.
120 ટ્રેનો પણ રદ્દ
આ દરમિયાન, મોંથા વાવાઝોડાંની અસર ટ્રેનો પર પણ પડી છે. દક્ષિણ મધ્ય રેલવે (SCR) ઝોનમાં 27 ઓક્ટોબર અને મંગળવારના દિવસે મળી કુલ 120 ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.વધુ માહિતી મુજબ, ચક્રવાતી તૂફાન ‘મોન્થા’ મંગળવારની સાંજના સમયે અથવા રાત્રે આંધ્ર પ્રદેશના સમુદ્રી કિનારે ટકરાય તેવી શક્યતા છે. માછીરોને દરિયો ન ખેડવાની સૂચના અપાઇ છે.