દિલ્હીમાં આજે સવારે ધુમ્મસની પરત છવાઈ ગઈ છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ની માહિતી અનુસાર, ITO અને આસપાસના વિસ્તારોમાં AQI 420 નોંધાયો છે, જે ‘ગંભીર’ શ્રેણીમાં આવે છે. આ સ્તરનું પ્રદૂષણ આરોગ્ય માટે ખૂબ જ જોખમી માનવામાં આવે છે, ખાસ કરીને તેમના માટે જેમને પહેલેથી જ શ્વાસ સંબંધિત સમસ્યાઓ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને થોડા દિવસો પહેલાં દિલ્હીના સીએમએ સરકારી કચેરીઓના સમયપત્રકમાં ફેરફાર કરવાની જાહેરાત કરી હતી. આવો જાણીએ કે આજે દિલ્હીના કયા વિસ્તારમાં કેટલું AQI નોંધાયું છે.

દિલ્હીના વિવિધ વિસ્તારોમાં AQI સ્તર

દિલ્હીમાં વાયુપ્રદૂષણનું સ્તર ખરાબથી વધુ ખરાબ બનતું જઈ રહ્યું છે. ડેટા અનુસાર, ITO નજીક પહેલા ધુમ્મસની ઘાટી પરત જોવા મળી હતી. શરૂઆતમાં AQI 349 હતો, જે ‘ખૂબ ખરાબ’ શ્રેણીમાં આવે છે. થોડાં સમય પછી તે વધીને 420 (ગંભીર) સુધી પહોંચી ગયો. તે ઉપરાંત, ઈન્ડિયા ગેટ નજીક AQI 381 નોંધાયો, જે ખૂબ ખરાબ શ્રેણીમાં આવે છે.


દિલ્હીની હવા હજી પણ શ્વાસ લેવા યોગ્ય નથી

અક્ષરધામ નજીક પણ સવારે ધુમ્મસ જોવા મળ્યો હતો. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ મુજબ, આ વિસ્તારનો AQI 412 પર ગંભીર શ્રેણીમાં રહ્યો. લોધી રોડ નજીક AQI 377 નોંધાયો, જે ખૂબ ખરાબ શ્રેણીમાં આવે છે.
પાછલા દિવસોમાં AQIમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. 2 નવેમ્બરે તે 366 સુધી નોંધાયો હતો. છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હીમાં પવનની ગતિ સામાન્ય કરતાં થોડી વધારે હતી, જેના કારણે પ્રદૂષણમાં થોડો ઘટાડો નોંધાયો હતો. જોકે હવા હજી પણ શ્વાસ લેવા યોગ્ય નથી. IMDએ આજે પણ રાજધાનીમાં તેજ પવન ફૂંકાવાની માહિતી આપી છે.






  • Follow us on: