દિલ્હી-NCRમાં હવાની ગુણવત્તા સતત બગડી રહી છે. અનેક વિસ્તારોમાં 'એર ક્વોલિટી ઇન્ડેક્સ' (AQI) 500 સુધી પહોંચી ગયો છે. જે 'ગંભીર' શ્રેણીમાં આવે છે. દિલ્હીનો સરેરાશ AQI વધીને 382 થતાં 'કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ' એ રાજધાનીમાં GRAP-3 (ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન-3) હેઠળના પ્રતિબંધો લાગુ કર્યા છે.


જ્યારે AQI 401 થી 450 ની વચ્ચે હોય ત્યારે GRAP-3 લાગુ કરવામાં આવે છે, જ્યારે AQI 450 થી વધી જાય ત્યારે ચોથો તબક્કો એટલે કે GRAP-4 અમલમાં મૂકવામાં આવે છે.


GRAP-3 હેઠળ કયા પ્રતિબંધો છે?

બિન-જરૂરી બાંધકામ અને તોડફોડની પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ. આમાં માટીકામ, પાઇલિંગ, ખોદકામ અને ખુલ્લા વિસ્તારોમાં 'રેડી-મિક્સ કોંક્રીટ' (RMC) પ્લાન્ટનું સંચાલન સામેલ છે.

દિલ્હી અને તેની આસપાસના NCR જિલ્લાઓમાં BS-3 પેટ્રોલ અને BS-4 ડીઝલથી ચાલતા ચાર પૈડાંવાળા વાહનોની અવરજવર પર પ્રતિબંધ.

બાંધકામ સામગ્રી (જેમ કે રેતી અને સિમેન્ટ)ની હેરફેર પર પ્રતિબંધ, ખાસ કરીને કાચા રસ્તાઓ પર.

સ્ટોન ક્રશર, ખાણકામની પ્રવૃત્તિઓ અને સ્વચ્છ બળતણનો ઉપયોગ ન કરતા 'હોટ-મિક્સ' પ્લાન્ટ્સ બંધ રાખવા.

ડીઝલ જનરેટર સેટના ઉપયોગ પર પ્રતિબંધ (કટોકટી અને આવશ્યક સેવાઓ સિવાય).

દિલ્હીમાં પ્રવેશતી અથવા ત્યાં ચાલતી આંતર-રાજ્ય ડીઝલ બસો પર પ્રતિબંધ.

ખાનગી કંપનીઓ માટે સલાહ: વાહનોના પ્રદૂષણને ઘટાડવામાં મદદ કરવા માટે 'વર્ક-ફ્રોમ-હોમ' (ઘરેથી કામ) અથવા 'હાઇબ્રિડ' મોડલ અપનાવવું.

નાના બાળકોને ઝેરી હવાના પ્રભાવથી બચાવવા માટે ધોરણ 5 સુધીની શાળાઓ બંધ રાખવી અને શિક્ષણ કાર્ય ઓનલાઇન માધ્યમથી ચલાવવું.


આ પ્રતિબંધોમાંથી કોને મુક્તિ આપવામાં આવી છે?

રેલવે, મેટ્રો બાંધકામ, એરપોર્ટ, સંરક્ષણ, સ્વચ્છતા અને આરોગ્યસંભાળ જેવી આવશ્યક જાહેર પરિયોજનાઓને ચાલુ રાખવાની મંજૂરી છે, પરંતુ શરત એ છે કે તેમણે ધૂળ અને કચરાના વ્યવસ્થાપન માટેના કડક નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે.


હાલમાં AQI સ્તર કેટલું છે? (સાંજે 4 વાગ્યા સુધી)

દિલ્હી- 382

અલીપુર- 427

આનંદ વિહાર- 311

અશોક વિહાર- 344

આયા નગર- 396

બાવાના- 428

બુરારી- 404

ચાંદની ચોક- 403

ડીટીયુ- 445

દ્વારકા- 425

જહાંગીરપુરી- 449

મુંડકા- 438

નરેલા- 425

પંજાબી બાગ- 455

રોહિણી- 449

નોઇડા- 303

ગ્રેટર નોઈડા- 316


આ પણ વાંચો: CM હિમંતા બિસ્વાના પરિવારને જીવનું જોખમ, ઝુબીન ગર્ગ મોત સાથે છે કનેક્શન!