દિલ્હી વિસ્ફોટોના માસ્ટરમાઇન્ડ માનવામાં આવતા ડૉ. મુઝમ્મિલની 9 નવેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તપાસ એજન્સીઓ હવે સમગ્ર કાવતરાનો પર્દાફાશ કરવા માટે કામ કરી રહી છે અને મુઝમ્મિલના સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવા માટે દરોડા પાડી રહી છે. ત્યારે તપાસ દરમિયાન એવી માહિતી બહાર આવી છે કે અલ ફલાહ યુનિવર્સિટીના 15 ડોકટરો ગુમ છે. આ તે ડોકટરો છે જે મુઝમ્મિલના સંપર્કમાં હતા.


15 ડોક્ટરોની તપાસ 

મુઝમ્મિલની કોલ ડિટેલના આધારે તપાસ એજન્સીઓ આ 15 ડોકટરોને શોધી રહી છે, પરંતુ તેમના ફોન બંધ છે. તપાસ એજન્સીઓ પૂછપરછ માટે અલ ફલાહ યુનિવર્સિટી પહોંચી ત્યારે આ ડોકટરો ગુમ હોવાનું જાણવા મળ્યું. આ ડોકટરોના ગુમ થવાથી ઘણા પ્રશ્નો ઉભા થયા છે, અને તપાસ એજન્સીઓ તેમને શોધી રહી છે અને દેશભરમાં દરોડા પાડી રહી છે.

શું બોમ્બ કારમાં તૈયાર કરવામાં આવ્યો હતો?

દિલ્હી વિસ્ફોટોની તપાસ આગળ વધતાંઘણા ખુલાસા થઈ રહ્યા છે. છેલ્લા પાંચ દિવસથી લાલ કિલ્લાની આસપાસની તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે કે શું ઉમરે પાર્કિંગમાં જ રહીને કારની અંદર બોમ્બ તૈયાર કર્યો કે જે હાઇ ઇન્ટેસિટીનો હોય અને વધારેમાં વધારે નુકસાન થાય. વળી સ્પોટ પરથી પણ એવા કેટલાક નમૂના મળ્યા છે જે એમોનિયમ નાઇટ્રેટના હોવાનો અંદાજો છે.

તપાસ એજન્સી પુરાવા કરી રહી છે એકત્ર 

જોબ્લાસ્ટ પહેલા અમોનિયમ નાઇટ્રેટ અને તેમાં કેમિકલ ઓઇલને બંધ ગાડીમાં રાખવામાં આવે તો તેમાં ગરમી વધે છે. જેથી થોડા સમય પછી દબાણ સહન ન થતા બ્લાસ્ટ થાય છે. આથી 3 કલાક આ દબાણ ઉભુ કરવા માટે તેણે પાર્કિંગમાં કાર મૂકી રાખી હોઇ શકે, પરંતુ આ બ્લાસ્ટ કરવા માટે ડિટેક્ટર હોવું જરૂરી છે તેથી જ એજન્સીઓ આ બ્લાસ્ટને લઇને લાલ કિલ્લાની આસપાસ પુરાવા એકઠા કરી રહી છે જેથી આખો મામલો ઉકેલી શકાય. 
  • Follow us on: