દિલ્હી બોમ્બ વિસ્ફોટની તપાસ તેજ થઈ ગઈ છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA દરેક ખૂણા પર તપાસ કરી રહી છે. બુધવારે 12 નવેમ્બરના રોજ જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ IPS અધિકારી શાહિદા પરવીન ગાંગુલી ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમનું ઘટનાસ્થળે આગમન મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
શાહિદા પરવીન ગાંગુલી કોણ છે ?
પ્રથમ મહિલા IPS અધિકારી અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ના સભ્ય છે. શાહિદાને લેડી એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે 2000 ના દાયકાની શરૂઆતમાં અનેક મોટા આતંકવાદ વિરોધી કામગીરીનું નેતૃત્વ કર્યું હતું. કાશ્મીરના એક મુસ્લિમ પરિવારમાં જન્મેલી શાહિદાએ તેમના પતિના બંગાળી પૃષ્ઠભૂમિને કારણે લગ્ન પછી ગાંગુલી અટક અપનાવી હતી.
વીરતા પુરસ્કારથી સન્માનિત
- 1997 બેચના IPS અધિકારી શાહિદા પરવી 1997 થી 2002 સુધી SOG એલિટ ટીમનો ભાગ રહ્યા હતા. એવી ટીમ કે જે સીધી આતંકવાદીઓનો સામનો કરે છે. આ સમય દરમિયાન તેમણે અનેક મોટા મિશનનું નેતૃત્વ કર્યું. 1999 માં એક મોટા ઓપરેશનમાં, તેમણે એક હુમલો નિષ્ફળ બનાવ્યો, જેમાં ઘણા આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા.
- આ બહાદુરી માટે, તેણીને વીરતા પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
- SOG પછી શાહિદા પરવીને CID માં આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ તરીકે સેવા આપી હતી અને અનેક હાઇ-પ્રોફાઇલ આતંકવાદી કેસોની તપાસ કરી હતી.
- 2000માં તેણીએ પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના અનેક મોટા આતંકવાદી મોડ્યુલનો નાશ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
- શાહિદાએ મહિલા સુરક્ષા અને સાયબર ક્રાઇમ અંગે અનેક જાગૃતિ અભિયાનો પણ શરૂ કર્યા હતા.
હાલ ક્યાં છે શાહિદા પરવીન ?
બે બાળકોની માતા શાહિદા પરવીન હાલમાં દિલ્હી-NCRમાં રહે છે માનવાધિકાર જૂથોએ તેણીના અનેક એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવ્યા હોવાથી તેણીનું જીવન અનેક વિવાદોથી ભરેલું રહ્યું છે. જો કે મોટાભાગના કિસ્સાઓમાં શાહિદા પરવીનને કોર્ટ તરફથી ક્લીનચીટ મળી હતી.