દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAને મોટી સફળતા મળી છે. તપાસ એજન્સીએ કાશ્મીરના રહેવાસી આમિર રશીદ અલીને 16 નવેમ્બરે પકડી પાડ્યો. દિલ્હી બ્લાસ્ટમાં જે કારનો ઉપયોગ થયો હતો, તે આમિરના નામે જ હતી. એટલું જ નહીં, તેણે ડૉક્ટર ઉમર સાથે મળીને હુમલાનું ષડયંત્ર પણ રહ્યુ હતુ. NIAએ દિલ્હી બ્લાસ્ટને ફિદાયીન હુમલો ગણાવ્યો છે અને ડોક્ટર ઉમરને સુસાઇડ બોમ્બર માન્યો છે.હવે ડો આમિરને 10 દિવસની NIA કસ્ટડીમાં મોકલવામાં આવ્યો.

આમિરને દિલ્હીથી ઝડપી લેવાયો હતો

NIAએ નિવેદન જાહેર કરીને જણાવ્યું કે આમિરને દિલ્હીમાંથી જ ઝડપી લેવાયો હતો. તપાસમાં ખુલ્યું છે કે આમિર જમ્મુ-કાશ્મીરના પમ્પોર જિલ્લાના સામ્બોરા ગામનો રહેવાસી છે. તેણે સુઇસાઇડ બોમ્બર ઉમર સાથે મળીને બ્લાસ્ટની સાજિશ બનાવી અને હુમલો અંજામ આપવામાં આવ્યો.

દિલ્હી બ્લાસ્ટમાં 12 લોકોના થયા હતા મોત

10 નવેમ્બરે દિલ્હી ખાતે લાલ કિલ્લાના સામે આવેલી એક ટ્રાફિક સિગ્નલ પાસે કારમાં બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટમાં 12 લોકોનાં મોત થયા હતા, જ્યારે 20 લોકો ઘાયલ થયા હતા. આ આત્મઘાતી હુમલામાં કાર ચલાવી રહ્યો કાશ્મીરી આતંકી ડૉક્ટર ઉમર નબી પણ મોતને ભેટ્યો. ઉમર હરિયાણાના ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીમાં ડૉક્ટર હતો.

આ પહેલાં જમ્મુ-કાશ્મીર પોલીસે જૈશના ફરીદાબાદ મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. તેના હેઠળ અલ-ફલાહ યુનિવર્સિટીના જ ડોક્ટર મુજમ્મિલની ધરપકડ થઈ હતી. તેના પાસેથી અને અન્ય સ્થળોથી 2900 કિલો એમોનિયમ નાઇટ્રેટ જપ્ત કરવામાં આવ્યો હતો. ઉપરાંત, પોલીસે લખનૌની રહેવાસી ડૉક્ટર શાહીન શાહિદની પણ ધરપકડ કરી હતી. તે જૈશની મહિલા વિંગની કમાન્ડર હતી.


  • Follow us on: