દિલ્હી પોલીસ, ફાયર વિભાગ અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી અને કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા કામગીરી શરૂ કરી હતી. 

પોલીસ પ્રતિક્રિયા આવી સામે 

આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે બે અન્યની હાલત ગંભીર છે. ચાર લોકોને એઈમ્સ ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવ્યા છે, જ્યારે એક ઘાયલને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એવી આશંકા છે કે ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા હોઈ શકે છે. ગુરુગ્રામના રહેવાસી, બિલ્ડિંગના માલિક આનંદ બંસલ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. દિલ્હી પોલીસે જણાવ્યુ હતુ કે, કાટમાળ દૂર કરવા અને ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બચાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. 

https://twitter.com/ANI/status/2096568988000280772


દુર્ઘટનાની આંખો દેખી 

પ્રત્યક્ષદર્શીઓએ અકસ્માતના ભયાનક દ્રશ્યનું વર્ણન કર્યું છે. સ્થળની નજીક એક દુકાનદારે કહ્યું કે તે તેની દુકાનમાં બેઠો હતો ત્યારે અચાનક તેણે ભૂકંપ જેવો જોરદાર ગડગડાટ સાંભળ્યો. અવાજ એટલો જોરદાર હતો કે નજીકના લોકો ગભરાઈ ગયા અને તરત જ બહાર દોડી ગયા. બહાર નીકળતાં, તેમણે જોયું કે આખી ચાર માળની ઇમારત જમીનદોસ્ત થઈ ગઈ હતી, અને ધૂળ અને ધુમાડો વિસ્તારને ઘેરી રહ્યો હતો.

https://twitter.com/ANI/status/2096568289225060400

'બચાવો-બચાવો'ની બૂમો 

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કાટમાળ નીચે ફસાયેલા લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા હતા. કેટલાક લોકોએ દાવો કર્યો હતો કે તેઓ અંદરથી બાળકો અને વિદ્યાર્થીઓને "અમને બચાવો, અમને બચાવો" બૂમો પાડતા સાંભળી રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે નજીકમાં છોકરાઓ અને છોકરીઓ માટે પીજી છે, અને જે ઇમારતમાં અકસ્માત થયો ત્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રહેતા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કેટલાક લોકોને ઘટનાસ્થળેથી સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે ઘણા લોકો કાટમાળમાં ફસાયેલા હોવાની આશંકા છે.

https://twitter.com/ANI/status/2096564731893154146

સીએમ રેખા ગુપ્તાએ મેળવી માહિતી 

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા સત્ય નિકેતન ઇમારત ધરાશાયી થવાની ઘટના અંગે અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ તમામ અધિકારીઓને પીડિતોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી પ્રાદેશિક જિલ્લા મેજિસ્ટ્રેટ, દિલ્હી પોલીસ અને NDRF અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. તેમણે સ્થાનિક સાંસદ બાંસુરી સ્વરાજ અને ધારાસભ્ય અનિલ શર્મા સાથે વાત કરી છે અને અહેવાલો મેળવ્યા છે. રેખા ગુપ્તા વ્યક્તિગત રીતે ઘટનાનું નિરીક્ષણ કરી રહ્યા છે.

https://twitter.com/ANI/status/2096569656077422979

https://twitter.com/gupta_rekha/status/2096531124210245718

મંત્રી આશિષ સૂદે અકસ્માત અંગે ચિંતા વ્યક્ત કરી

દિલ્હીના મંત્રી આશિષ સૂદે પોસ્ટ કર્યું કે, દક્ષિણ પશ્ચિમ દિલ્હીમાં સત્ય નિકેતન નજીક ઇમારત ધરાશાયી થવા અંગે હું ખૂબ ચિંતિત છું. દિલ્હી ફાયર સર્વિસીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે, અને અમારી ટીમો તમામ જરૂરી સહાય પૂરી પાડવા માટે જમીન પર કામ કરી રહી છે. અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ અને સંબંધિત ટીમોને ઘટનાસ્થળે હાજર લોકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો છે. આપણા નાગરિકોની સલામતી અને સુખાકારી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

https://twitter.com/ashishsood_bjp/status/2096533832933822493

આ પણ વાંચોઃ માતા કે ખૂની?, 3 બાળકની હત્યા પાછળની એ બીમારી, જેણે અમેરિકાને હચમચાવ્યુ