દિલ્હી પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. જેમાં સીજેપી વિરોધ તથા જંતર મંતર પર પ્રદર્શનને લઇને દિલ્હી પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. દિલ્હી પોલીસનું કહેવુ છે કે પાકિસ્તાની હેંડલ પરથી અફવા ફેલાવવામાં આવી છે. સોનમ વાંગચુકનો પણ ડીપફેક વીડિયો બનાવાયો છે. મહિલાની મોત થતા સેનાની તૈનાતીનો પણ જુઠ્ઠો વીડિયો ફેલાવવામાં આવ્યો છે. 

સોશિયલ મીડિયાની માહિતી પર વિશ્વાસ કરતા પહેલા...

જંતર-મંતર વિરોધ સંબંધિત ભ્રામક અને ખોટી માહિતી અંગે, ડીસીપી સેન્ટ્રલ રોહિત રાજબીર સિંહે જણાવ્યું કે છેલ્લા ઘણા અઠવાડિયાથી જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી દ્વારા એક વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે... સોશિયલ મીડિયા પર માહિતી ખૂબ જ ઝડપથી વાયરલ થાય છે, પરંતુ દરેક પોસ્ટ, વિડીયો અથવા ફોટો સચોટ હોવો જરૂરી નથી. કોઈપણ માહિતી પર વિશ્વાસ કરતા પહેલા અથવા તેને વધુ શેર કરતા પહેલા તેની હકીકત તપાસવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

દિલ્હી પોલીસ સોશિયલ મીડિયા પર પણ સતત નજર રાખી રહી છે. અમે અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા ફેક ન્યૂઝ, એઆઈ અને ડીપફેક વિડીયો, એડિટેડ ક્લિપ્સ અને ભ્રામક પોસ્ટ્સ પર સતત માહિતી શેર કરી રહ્યા છીએ જેથી લોકો સાચી અને ખોટી માહિતી વચ્ચે તફાવત કરી શકે..

https://twitter.com/ANI/status/2080925418606272858

પાકિસ્તાની હેન્ડલર્સ દ્વારા યુવાઓને ભડકાવાયા

 તેમણે વધુમાં જણાવ્યું કે "અમારી તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે પાકિસ્તાનથી સંચાલિત કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ નકલી સામગ્રી ફેલાવી રહ્યા છે. દિલ્હી પોલીસ, સંબંધિત એજન્સીઓ સાથે મળીને, આવા વધુ એકાઉન્ટ્સને ઓળખવા માટે સતત કામ કરી રહી છે. અત્યાર સુધીમાં આવા 400 થી વધુ હેન્ડલ ઓળખવામાં આવ્યા છે અને વિરોધ પ્રદર્શનો સંબંધિત AI-જનરેટેડ સામગ્રી, ડીપફેક વિડિઓઝ, સંપાદિત ફોટા અને અન્ય ખોટી સામગ્રી ફેલાવવા બદલ બ્લોક કરવામાં આવ્યા છે.

ઓપરેશન સિંદૂર દરમિયાન આવા કેટલાક હેન્ડલ નકલી માહિતી ફેલાવવામાં પણ સક્રિય જોવા મળ્યા હતા. આ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સે ઘણા વરિષ્ઠ અધિકારીઓના સત્તાવાર નિવેદનોને સંપાદિત કરીને અને દ્રશ્ય સામગ્રી સાથે છેડછાડ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો."

https://twitter.com/ANI/status/2080926534299435127

સ્પેશિય ટાસ્ક ફોર્સની કરી રચના 

વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક અને અનિયમિતતાઓ સામે લડવા માટે ભારત સરકારની પ્રતિબદ્ધતાને અનુરૂપ, દિલ્હી પોલીસે ક્રાઈમ બ્રાન્ચમાં એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરી છે. આ ટીમનું નેતૃત્વ ડીસીપી-સ્તરના અધિકારી કરશે અને તેનું નિરીક્ષણ સ્પેશિયલ સીપી, ક્રાઈમ કરશે તેમ જણાવ્યું. 


આ પણ વાંચો: Surya Guru Yuti 2026: બન્યો મહાલક્ષ્મી રાજયોગ ! સૂર્ય ગુરુની યુતિથી 4 રાશિની કિસ્મત ચમકશે