દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર વર્ષ 2025માં થયેલા કથિત હુમલાના મામલામાં તીસ હજારી કોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે. અદાલતે આ કેસની સુનાવણી દરમિયાન મુખ્યમંત્રી રેખા ગુપ્તાને પોતાનું નિવેદન નોંધાવવા માટે કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યું છે, અને આગામી 16 જાન્યુઆરી 2027ના રોજ તીસ હજારી કોર્ટમાં પેશ થવા આદેશ કર્યો છે.
ઓગસ્ટ 2025માં જનસુનાવણી દરમિયાન બની હતી ઘટના
આ સમગ્ર ઘટના 20 ઓગસ્ટ 2025ના રોજ દિલ્હી સ્થિત મુખ્યમંત્રીના અધિકૃત આવાસે ચાલી રહેલી જનસુનાવણી (જનસંપર્ક કાર્યક્રમ) દરમિયાન બની હતી. સીએમ કેમ્પ ઓફિસમાં અરજદારોની ભીડ વચ્ચે અચાનક હુમલો થયો હતો. આ કેસમાં દિલ્હી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને રાજકોટના રહેવાસી રાજેશભાઈ ખિમજીભાઈ સાકારિયા (ખીમજી)ની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેના સહ-આરોપી તહસીન રજા શેખની પણ ધરપકડ કરવામાં આવી હતી.
