દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ શનિવાર, 1 ઓગસ્ટ 2026ના રોજ 'દિલ્હી લક્ષ્મી યોજના'નું પોર્ટલ લોન્ચ કર્યું છે. વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં આ વચન આપ્યું હતું, જે સરકાર બન્યાના માત્ર દોઢ વર્ષની અંદર જ પૂરું કરવામાં આવ્યું છે. મંગળવારે મળેલી કેબિનેટ બેઠકમાં આ યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. આ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગ (EWS) ની પાત્ર મહિલાઓને દર મહિને ૨૫૦૦ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.
5100 કરોડનું બજેટ
પીએમ મોદીના નેતૃત્વમાં દિલ્હી સરકારે આ યોજના માટે 5100 કરોડ રૂપિયાનું બજેટ રાખ્યું છે, જેના દ્વારા 17 લાખથી વધુ બહેનો લાભ મેળવી શકશે. સરકારનો ઉદ્દેશ્ય માત્ર આર્થિક મદદ કરવાનો જ નથી, પરંતુ મહિલાઓમાં બચતની ટેવ અને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનો પણ છે. સરકાર આગામી રક્ષાબંધન પર 28 ઓગસ્ટે પહેલી હપ્તો જારી કરવાનો લક્ષ્ય ધરાવે છે.
દિલ્હી લક્ષ્મી યોજના માટે પાત્રતા:
સીએમઓ (CMO) ના જણાવ્યા અનુસાર, આ યોજનાનો લાભ ફક્ત તે જ મહિલાઓને મળશે જેઓ:
- ઉંમર 21 થી 60 વર્ષની વચ્ચે હોય.
- પરિવારની વાર્ષિક આવક 2.50 લાખ રૂપિયા સુધીની હોય.
- ત્રણથી વધુ બાળકો ન હોય (ત્રણથી વધુ બાળકો ધરાવતી મહિલાઓ પાત્ર નથી).
https://twitter.com/ANI/status/2083460207469052096
સહાયતા રકમ મેળવવાના બે વિકલ્પ:
આ યોજના હેઠળ મળતી 2500 રૂપિયાની માસિક સહાય સીધી રોકડમાં આપવામાં આવશે નહીં, પરંતુ મહિલાઓ માટે બે વિકલ્પ ઉપલબ્ધ રહેશે.
પહેલો વિકલ્પ: જે પરિવારોને ઘરના ખર્ચ માટે નિયમિત રોકડની જરૂર હોય તેઓ આ મોડેલ પસંદ કરી શકે છે. આમાં 1000 રૂપિયા સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) વૉલેટમાં મોકલવામાં આવશે જેનો ઉપયોગ રોજિંદી જરૂરિયાતો માટે થશે, જ્યારે 1500 રૂપિયા રિકરિંગ ડિપોઝિટ (RD) અથવા ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માં જમા કરવામાં આવશે.
બીજો વિકલ્પ: જે મહિલાઓ લાંબી મુદતની બચતને પ્રાથમિકતા આપવા માંગે છે, તેઓ પૂરી 2500 રૂપિયાની માસિક રકમ RD અથવા FD ખાતામાં જમા કરાવવાનો વિકલ્પ પસંદ કરી શકે છે, જેથી ભવિષ્ય માટે મોટું બચત ભંડોળ તૈયાર થઈ શકે.