દિલ્હી સ્થિત એક કન્ટેન્ટ ક્રિએટરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વિવાદ ઉભો થયો છે. વીડિયોમાં તે વંશીય ટિપ્પણી કરતો અને ત્રિપુરાના એક યુવાનને અપમાનજનક શબ્દોથી સંબોધતો જોવા મળે છે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આ મામલે કડક વલણ અપનાવ્યું છે. તેમણે આ ઘટનાની નિંદા કરી છે અને કહ્યું છે કે આરોપીને કડક પાઠ ભણાવવામાં આવશે.
અરુણાચલ પ્રદેશના અરુણાચલ પશ્ચિમ મતવિસ્તારના ભાજપ સાંસદ કિરેન રિજિજુએ ટ્વિટર પર લખ્યું છે કે, "આ ખરાબ માણસને સજા થશે. સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં વિલંબ થયો હતો, પરંતુ દિલ્હી પોલીસ અને ત્રિપુરા પોલીસ તેને કડક પાઠ ભણાવશે." તેમણે આ ઘટનાની સખત નિંદા કરતા કહ્યું કે, સમાજમાં આવા ખરાબ વર્તનને સહન કરનારાઓ પણ નફરત ફેલાવવા માટે જવાબદાર છે.
આરોપીએ માફી માંગી અને તેને "સ્ક્રિપ્ટેડ" ગણાવી
અહેવાલ છે કે વીડિયોમાં આરોપી દિલ્હી સ્થિત કન્ટેન્ટ ક્રિએટર છે જેનું નામ આમિર શૌકીન છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તે ત્રિપુરાના યુવાનને દેશનું નામ પૂછે છે અને તેની મજાક ઉડાવે છે. આરોપીએ યુવક સામે વંશીય અપશબ્દોનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ છે, જેમાં તેને "ચાઇનીઝ" અને "ચિંકી" તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થતાં આ વીડિયો વિવાદમાં આવી ગયો. પરિસ્થિતિ વધુ વણસી રહી હતી, ત્યારે આરોપી આમિર શૌકીને સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને માફી માંગી હતી. આરોપી કન્ટેન્ટ ક્રિએટર હવે દાવો કરે છે કે વાયરલ વીડિયો સંપૂર્ણપણે સ્ક્રિપ્ટેડ હતો અને વીડિયોમાં દેખાતો ત્રિપુરાનો યુવાન તેને ઓળખે છે.
https://x.com/KirenRijiju/status/2112970027553132782?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2112970027553132782%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
વીડિયોની તપાસ માટે IFSO, ત્રિપુરામાં FIR દાખલ
જોકે, આરોપીના દાવાઓની હજુ સુધી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી નથી. દિલ્હી પોલીસના ઉત્તર પૂર્વીય ક્ષેત્ર માટે સ્પેશિયલ યુનિટ (SPUNER) અનુસાર, તેઓ ગઈકાલે સાંજે આ બાબતથી વાકેફ થયા હતા. દિલ્હી પોલીસની SPUNAR વિંગે વાયરલ વીડિયો અંગે દિલ્હી પોલીસના IFSO યુનિટને પત્ર લખ્યો છે. IFSO યુનિટ હવે આ બાબતની તપાસ કરશે.
દિલ્હી પોલીસ આ બાબતે ત્રિપુરા પોલીસ સાથે સતત સંપર્કમાં છે. ત્રિપુરાના મુખ્યમંત્રી ડૉ. માણિક સાહાએ પણ આ બાબતની નોંધ લીધી છે. ડીજીપીના નિર્દેશ બાદ આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપી આમિર શોકીન, પર સાયબર બુલિંગ, જાતિવાદી ટિપ્પણીઓ અને રાજ્યમાં આદિવાસી સમુદાયો વિશે અપમાનજનક ટિપ્પણીઓનો આરોપ મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Delhiની હવા થઈ ઝેરી... જહાંગીરપુરી-વિવેક વિહારની હાલત ખરાબ, AQI 300ને પાર