આપ સાંસદ રાઘવ ચઢ્ઢા દ્વારા વ્યક્તિગત અધિકારોના રક્ષણનો ઉલ્લેખ કરતી અરજી પર દિલ્હી હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટે રાઘવ ચઢ્ઢા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ફરતી કેટલીક બદનક્ષીભરી સામગ્રી દૂર કરવાનો આદેશ આપ્યો છે.


શું કહ્યું કોર્ટે ? 

ન્યાયાધીશ સુબ્રમણ્યમ પ્રસાદની આગેવાની હેઠળની એકલ ન્યાયાધીશની બેન્ચે જણાવ્યું હતું કે અરજદાર રાઘવ ચઢ્ઢાના વ્યક્તિત્વ અધિકારો આ કેસમાં સામેલ નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ફક્ત પાંચ ચોક્કસ વસ્તુઓ દૂર કરવામાં આવશે, કારણ કે બાકીની સામગ્રી પ્રથમ દ્રષ્ટિએ બદનક્ષીભરી ન હોવાનું જણાયું હતું.

હાઈકોર્ટે બધી સામગ્રી દૂર કરવાનો આદેશ આપવાનો ઇનકાર કર્યો છે. જોકે કોર્ટે પાંચ દસ્તાવેજો દૂર કરવાનો નિર્દેશ આપ્યો છે જેમાં છેડછાડ કરવામાં આવી હતી. કોર્ટે અવલોકન કર્યું કે બાકીની સામગ્રી બદનક્ષીકારક નથી. તેણે વ્યક્તિગત અધિકારોના રક્ષણ અથવા કથિત બદનક્ષીકારક સામગ્રી દૂર કરવા અંગે કોઈપણ સ્પષ્ટ વચગાળાનો આદેશ આપવાનો પણ ઇનકાર કર્યો હતો.


રાઘવ ચઢ્ઢાએ વ્યક્તિગત સુરક્ષાના અધિકાર માટેની કરી હતી અરજી 

21 મેના રોજ વચગાળાના સ્ટે માટેની અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે પ્રારંભિક અવલોકન કર્યું હતું કે ચઢ્ઢા દ્વારા ટાંકવામાં આવેલી સામગ્રી વ્યક્તિગત અધિકારોનું ઉલ્લંઘન કરતી નથી. કોર્ટે તે સમયે એવી પણ ટિપ્પણી કરી હતી કે સામગ્રી રાજકીય ટીકાના સ્વરૂપમાં વધુ દેખાતી હતી.

રાઘવ ચઢ્ઢાએ કોર્ટમાં દાવો કર્યો હતો કે કેટલીક પોસ્ટ્સે તેમના પર પૈસા માટે પોતાને વેચવાનો આરોપ મૂક્યો છે. ન્યાયાધીશે ટિપ્પણી કરી આમાં કોઈ વ્યક્તિગત અધિકાર સામેલ નથી. જો કે મેં ફક્ત 5 દસ્તાવેજો દૂર કરવાનો આદેશ આપ્યો છે. બાકીના બદનક્ષીભરી પ્રથમ દ્રષ્ટિએ નથી.  

  • Follow us on: