'INDIA' ગઠબંધન નવી દિલ્હી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ એક સાંકેતિક જાહેર 'મહાવિયોગ' (impeachment) યોજી  રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને મૉક સાંસદમાં  વિરોધ પક્ષોના લગભગ 21 પક્ષો ભાગ લીધો.  આ કાર્યવાહી સંસદીય કાર્યવાહીની જેમ જ હાથ ધરવામાં આવી રહી છે. 

વોટ ચોરી કરનારા બચશે નહીં

રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર આકરા પ્રહારો કર્યા. વિરોધ પક્ષો દ્વારા આયોજિત એક પ્રતીકાત્મક જાહેર મહાભિયોગ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે SIR દ્વારા મોટા પાયે મત ચોરી કરવામાં આવી છે. મત ચોરી કરનારાઓને બક્ષવામાં આવશે નહીં. તેમણે જનતાના મૂડને સમજવો જોઈએ.

જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો.

શનિવારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આ મામલે આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે તેમની પાસે જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પુરાવા છે.

ચૂંટણી કમિશનરની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા

પીપલ્સ ઇમ્પીચમેન્ટ કાર્યક્રમ દરમિયાન, રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનરની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે તેઓ દેશના યુવાનો માટે ન્યાય સુનિશ્ચિત કરવા માંગે છે. તેમણે વધુમાં કહ્યું કે તેમની પાસે જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પુરાવા છે. લોકસભામાં વિપક્ષના નેતાએ વધુમાં કહ્યું કે મત કાપનારાઓ દેશના ગુનેગાર છે. તેથી, મત ચોરી સામે લડવું જરૂરી છે.

મહાભિયોગમાં રાહુલ ગાંધીના જ્ઞાનેશ કુમાર પર પ્રહાર

રાહુલ ગાંધીએ કહ્યું કે 2024ની ચૂંટણી ગેરકાયદેસર હતી. આવતીકાલે વિપક્ષની તાકાત જોવા મળશે. એટલું જનહીં આવતીકાલે એક રાજકીય હથિયાર જોવા મળશે. અમે દાવો કરીએ છીએ કે જ્ઞાનેશ કુમાર CEC નહીં રહે. 

રાહુલ ગાંધીનું નિવેદન

CEC જ્ઞાનેશ કુમાર સામે INDIA બ્લોકના પ્રતીકાત્મક જાહેર મહાભિયોગ કાર્યક્રમમાં, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ સવાલ ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યા છે કે, ચૂંટણી પંચે નિષ્પક્ષ હોવું જોઈએ. અમારી પાસે કોઈ વિકલ્પ છોડવામાં આવ્યો નથી. 13 કરોડ લોકોને વોટર લિસ્ટમાંથી હટાવવામાં આવ્યા છે. દેશના 15 ટકા લોકોના નામ મતદાર યાદીમાંથી હટાવવામાં આવ્યા છે. જોકે, આ દરેક વસ્તુઓ વચ્ચે આવતીકાલે દિલ્હીના રસ્તાઓ પર લોકોનો મૂડ જોવા મળશે. જ્ઞાનેશ કુમારને હટાવવામાં આવશે.

ભાજપે શું કહ્યું છે?

દરમિયાન, ભાજપ વતી પત્રકારો સાથે વાત કરતા સંબિત પાત્રાએ જણાવ્યું હતું કે 'મત ચોરી'ની પ્રથમ ઘટના પંડિત નેહરુ દ્વારા આચરવામાં આવી હતી. જ્યારે તેઓ સરદાર વલ્લભભાઈ પટેલને મળેલા મતો પડાવી લઈને ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા.

https://x.com/ANI/status/2116492027898790000?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2116492027898790000%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

મુખ્ય ચૂંટણી કમિશનર પ્રત્યે અમને કોઈ વ્યક્તિગત દ્વેષ નથી- મલ્લિકાર્જુન ખડગે 

મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે, "મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સરકારના સીધા નિર્દેશો હેઠળ ચૂંટણી પંચ ચલાવી રહ્યા છે. સાત મહિના પહેલાં, સંસદના બંને ગૃહોના વિરોધ પક્ષના 193 સાંસદોએ મુખ્ય ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી હટાવવા માટે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો, પરંતુ અમારી નોટિસને ફગાવી દેવામાં આવી અને તેના પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહીં. તેથી, આજે અમે જે પ્રસ્તાવ રજૂ કર્યો છે તેનો ઉદ્દેશ્ય એક બંધારણીય સંસ્થાની ગરિમાનું રક્ષણ કરવાનો છે. મુખ્ય ચૂંટણી કમિશનર પ્રત્યે અમને કોઈ વ્યક્તિગત દ્વેષ નથી. અમારો ઉદ્દેશ્ય એ છે કે ચૂંટણી પંચ બંધારણની ભાવનાને અનુરૂપ રહીને નિષ્પક્ષ રીતે કામ કરે, જેથી તેમાં સામાન્ય માણસનો વિશ્વાસ અકબંધ રહે. આપણે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે સમાજના નબળા વર્ગો, મહિલાઓ અને યુવાનોના મતાધિકારને દિલ્હીમાં બેઠેલી કોઈ વ્યક્તિ દ્વારા કમ્પ્યુટરના માધ્યમથી ગુપ્ત રીતે હટાવી ન દેવામાં આવે."

https://x.com/ANI/status/2116488038893457844?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2116488038893457844%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

ચૂંટણી કમિશનર સામે વિપક્ષના આક્ષેપો

આજની કાર્યવાહીમાં, 'ઈન્ડિયા' (INDIA) ગઠબંધને ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે નીચે મુજબના છ આક્ષેપો કર્યા છે:


  1. ચૂંટણીમાં ગેરરીતિ આચરવા માટે કાવતરું ઘડવાનો આરોપ.
  2. 13.2 કરોડ (132 મિલિયન) મતદારોના નામ મતદાર યાદીમાંથી હટાવી દેવાનો આરોપ.
  3. સંસદીય મંજૂરી વિના 'ફોર્મ-6' (Form-6) માં ફેરફાર કરવાનો આરોપ.
  4. 'ECINET' (ઈસીઆઈનેટ) દ્વારા મતદાર યાદી પર નિયંત્રણ મેળવી લેવાનો આરોપ.
  5. આ પ્રક્રિયામાંથી અન્ય બે ચૂંટણી કમિશનરોને બાકાત રાખવાનો આરોપ.
  6. સરકારના ઈશારે કામ કરવાનો આરોપ.

સાચા અને કાયદેસર મતદારોને જાળવી રાખવાની હિમાયત- CEC જ્ઞાનેશ કુમાર  

CEC જ્ઞાનેશ કુમાર સામે INDIA બ્લોકના પ્રતીકાત્મક જાહેર મહાભિયોગ કાર્યક્રમમાં, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કહે છે, "ECI એ રાતોરાત SIR ની જાહેરાત કરી. તે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યું હતું, જેથી ભાજપનો વિરોધ કરનારાઓના મતો અસરકારક રીતે કાઢી શકાય... સરકાર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે બહારના લોકો અને ઘુસણખોરોના બહાનાનો ઉપયોગ કરી રહી છે. તેઓ આરોપ લગાવે છે કે અમે ઘુસણખોરોને સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એવું નથી; અમે ફક્ત સાચા, કાયદેસર મતદારોને જાળવી રાખવાની હિમાયત કરી રહ્યા છીએ. અમે તેમના અધિકારોનું રક્ષણ કરવા માટે આ કરી રહ્યા છીએ..."

https://x.com/ANI/status/2116483884020043982?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2116483884020043982%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

અમે અરાજકતા નથી ફેલાવી રહ્યા, અમારી મજબૂરી- મલ્લિકાર્જુન ખડગે 

મલ્લિકાર્જુન ખડગેના ઘરેલી બનેલી મોક સંસદમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંબોધન કરતા જણાવ્યું કે મહારાષ્ટ્રમાં 40 લાખ નવા વોટર જોડાયા. વિપક્ષી સાંસદોને બહાર કરીને બિલ પાસ કરાયુ હતું. અમે એક નિષ્પક્ષ ચૂંટણી આયોગ ઇચ્છીએ છીએ. 2014થી સત્તામાં રહેવા સતત ષડયંત્રો થયા. દેશમાં વોટ ચોરીને રોકવામાં આવે.  અમે ઘૂસણખોરોને જોડવા માટે નથી કરી રહ્યા. મહારાષ્ટ્રમાં 40 લાખ નામ ષડયંત્રના ભાગરૂપે જોડાયા.  બિહારમાં એસઆઇઆરનો પ્રથમ પ્રયોગ થયો. 

https://x.com/RahulGandhi/status/2116474464317907397?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2116474464317907397%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

મીરા કુમારના અધ્યક્ષપદે કાર્યવાહી

લોકસભાના પૂર્વ અધ્યક્ષ મીરા કુમાર આ કાર્યવાહીનું અધ્યક્ષપદ સંભાળી રહ્યા છે.  જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું સંબોધન ચાલી રહ્યું છે. . વિવિધ રાજકીય પક્ષોના આશરે 30  વક્તાઓ આ કાર્યક્રમમાં સંબોધન કરે તેવી અપેક્ષા છે. કાર્યક્રમના અંતે રાહુલ ગાંધી પોતાના વિચારો રજૂ કરશે.

જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ 

વિપક્ષ ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી રહ્યો છે. આ વિરોધ મતદાર યાદીઓની 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) પ્રક્રિયા અને ચૂંટણીમાં કથિત અનિયમિતતાઓને લઈને ઉદ્ભવેલી ચિંતાઓનું પરિણામ છે. આ કાર્યક્રમ મૂળ શુક્રવારે યોજાવાનો હતો, પરંતુ દિલ્હીમાં ભારે વરસાદને કારણે તેને મુલતવી રાખવામાં આવ્યો હતો. હવે આ કાર્યક્રમ ૧લી નવેમ્બરે રામલીલા મેદાનમાં યોજાનારી 'ઇન્ડિયા' (INDIA) ગઠબંધનની રેલી પહેલાં એક પૂર્વ-તૈયારીરૂપ (curtain-raiser) ઘટના બની રહેશે.

https://x.com/ANI/status/2116478647418974619?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2116478647418974619%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=