Delhi INDIA Block Protest Live : જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ઇન્ડિ ગઠબંધનનો વિરોધ બપોર પછી શરૂ થયો છે. પહેલા તો વિપક્ષી સાંસદો 3 બસ કરીને લંચ કરવા ગયા. ત્યાં એવું કહેતા કે અમે તો લંચ કરવા આવ્યા છીએ આંદોલનની કોઇ ચર્ચા નથી. પરંતુ લંચ બાદ વિપક્ષી સાંસદો જંતર મંતર તરફ આગળ વધી રહ્યા છે. તો સામે દિલ્હી પોલીસ પણ સુરક્ષાના ભાગ રૂપે સજ્જ છે. તે વિસ્તારમાં પોલીસનો ભારે કાફલો તૈનાત કરવામાં આવ્યો છે અને બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે; ત્યાં હાલમાં BNSSની કલમ 163 લાગુ છે.
કાર્યકર્તાઓને ‘ચાલો જંતર-મંતર’નું આહ્વાન
ચૂંટણી પંચ સામે વિપક્ષનો વિરોધ હજુ યથાવત છે. વિપક્ષી દળોએ 10 ઓક્ટોબરે દિલ્હી ખાતે ફરી એકવાર મોટા વિરોધ પ્રદર્શનની તૈયારી શરૂ કરી છે. ઇન્ડિયા ગઠબંધનના અનેક સાંસદો અને નેતાઓએ કાર્યકર્તાઓને ચાલો જંતર-મંતર’નું આહ્વાન કર્યું છે. વિવિધ રાજ્યોમાંથી નેતાઓ અને કાર્યકર્તાઓ દિલ્હી પહોંચે તેવી શક્યતા છે
કોંગ્રેસે 8 ઓક્ટોબરને દેશભરમાં "ભારતીય લોકશાહી માટે કાળો દિવસ" જાહેર કર્યો
કોંગ્રેસે 8 ઓક્ટોબરને દેશભરમાં "ભારતીય લોકશાહી માટે કાળો દિવસ" જાહેર કર્યો છે. એઆઈસીસીના મહાસચિવ કે.સી. વેણુગોપાલે તમામ રાજ્ય, જિલ્લા અને બ્લોક કોંગ્રેસ સમિતિઓને આવતીકાલે રાજ્ય, જિલ્લા અને બ્લોક સ્તરે મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવાનો નિર્દેશ આપ્યો છે.
રાહુલ ગાંધી પોલીસ કસ્ટડીમાંથી મુક્ત
રાહુલ ગાંધીની અટકાયત કર્યા પછી, દિલ્હી પોલીસ તેમને બારખંભા રોડ પોલીસ સ્ટેશન લઈ ગઈ. હવે તેમને મુક્ત કરવામાં આવ્યા છે. કોંગ્રેસના તમામ કાર્યકરોને પણ મુક્ત કરવામાં આવ્યા છે.
બસનું ટાયર થયું પંચર
અટકાયતમાં લેવાયેલી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓને લઈ જતી પોલીસ બસનું ટાયર પંચર થઈ ગયું.
https://x.com/INCIndia/status/2107817757983363475?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2107817757983363475%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
અટકાયત કરાયેલ વિપક્ષી નેતાઓને છત્રસાલ સ્ટેડિયમ લઈ જવાયા
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને અન્ય અટકાયતમાં રાખેલા વિપક્ષી નેતાઓને દિલ્હી પોલીસ છત્રસાલ સ્ટેડિયમ લઈ જઈ રહી છે. પોલીસ ટીમો તેમને બસોમાં લઈ ગઈ અને ત્યાંથી રવાના થઈ ગઈ. ચૂંટણી પંચ સામેના વિરોધ પ્રદર્શન દરમિયાન અટકાયતમાં લેવાયેલા નેતાઓ સામે પોલીસ કાર્યવાહી ચાલુ છે.
તમે અમને ગમે તેટલી ધમકી આપો, અમે ડરીશું નહીં: મલ્લિકાર્જુન ખડગે
મલ્લિકાર્જુન ખડગેએ એક X-પોસ્ટમાં લખ્યું, "તમે ગમે તેટલા કેસ દાખલ કરો, ગમે તેટલી ધમકી આપો, અમે ડરીશું નહીં. અમે હસતા રહીશું અને આગળ વધતા રહીશું. અમે લડતા રહીશું."
https://x.com/kharge/status/2107798871112097916?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2107798871112097916%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
સાંસદોને માર મારવામાં આવ્યો: પ્રિયંકા ગાંધી
પ્રિયંકાગાંધીએ પોલીસ પર સવાલો ઉઠાવતા કહ્યું કે સાંસદોને માર મારવામાં આવ્યો અને સવાલ ઉઠાવતા કહ્યું છે કે, શું લોકતંત્રમાં સાંસદોનું આજ સન્માન છે. અમારી સાથે ગેરવર્તન કરવામાં આવ્યું છે. સ
પ્રિયંકા ગાંધી વાડ્રાનો દિલ્હી પોલીસ પર આરોપ
કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું, "જે સાંસદો ફક્ત ચૂંટણી કમિશનરને મળવા માંગે છે તેમની સાથે તેઓ આ રીતે વર્તે છે. તેઓ અમારી સાથે આ રીતે વર્તે છે. તેઓ સાંસદોને માર મારી રહ્યા છે. પોલીસના કારણે મને ઘણી બધી ઈજા થઈ છે. તેમણે અમને જમીન પર પટકી દીધા છે. હવે, અમે અહીંથી નહીં જઈએ. તેમણે પોતાનું દળ પાછું બોલાવવું જોઈએ. હું નહીં જાઉં."
રાહુલ અને પ્રિયંકા ગાંધીને જબરદસ્તી ઉઠાવ્યા
રાહુલ ગાંધી અને પ્રિયંકાગાઁધીને દિલ્હી પોલીસે જબરદસ્તી ઉઠાવીને બસમાં બેસાડ્યા છે. પ્રિયંકા ગાંધી રસ્તા પર સૂઇ જઇને વિરોધ કરી રહ્યા હતા.
પ્રિયંકા ગાંધીનો રસ્તા પર સૂઇ જઇને વિરોધ
અમારી સાથે ખોટું વર્તન કર્યું છે. અમે અહીંથી હટવાના નથી. એમ કહીને વિરોધ દરમિયાન પ્રિયંકા ગાંધી રસ્તા પર જ સૂઇ ગયા. દિલ્હી પોલીસ તેમને હટાવવાની કોશિશ કરી રહી છે. તો બીજી તરફ કેટલાક નેતાઓને પોલીસે કસ્ટડીમાં લીધા છે.
રાહુલ ગાંધી ચાલ્યા જંતર મંતર
સૂત્રોના જણાવ્યા અનુસાર, સમાਜવાદી પાર્ટી (SP) કોંગ્રેસ પક્ષના વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ રહી નથી. એવું જાણવા મળ્યું છે કે આ વિરોધ પ્રદર્શન માટે SPને યોગ્ય રીતે આમંત્રણ આપવામાં આવ્યું ન હતું અને આ બાબતે પૂરતી જાણકારી પણ મળી ન હતી.
રાહુલ ગાંધીને પોલીસે લીધા કસ્ટડીમાં, પ્રિયંકા ગાંધીએ લગાવ્યો બસ રોક્યાનો આરોપ
રાહુલ ગાંધી સહિત વિપક્ષી સાંસદો જંતર મંતર સુધી પગપાળા માર્ચ કરી રહ્યા હતા. તે દરમિયાન રાહુલ ગાંધીને પોલીસે કસ્ટડીમાં લીધા. બીજી તરફ બસમે બેઠેલા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે "શું આ રસ્તો છે? તમે જોઈ શકો છો કે તેઓ શું કરી રહ્યા છે..."ઈન્ડિયા બ્લોકના સાંસદોનું કહેવું છે કે પોલીસે તેમની બસ રોકી દીધી છે અને તેમને જંતર-મંતર તરફ જવાની મંજૂરી આપી નથી.
જ્ઞાનેશ કુમારને મળવા કેમ નથી દેતા- કોંગ્રેસ સાંસદ
દિલ્હી: કોંગ્રેસના સાંસદ અમર સિંહે કહ્યું, "સાંસદોમાં રહેલો ઉત્સાહ જુઓ. આ મોદીજીનું શાસન છે અને તેમની પોલીસ અમને રોકી રહી છે. અમને ક્યાંક આંદોલન કરવા દો. જ્ઞાનેશ કુમાર અમને કેમ મળી શકતા નથી?..."
જંતર મંતરના રસ્તા પર પોલીસે લગાવ્યા બેરિકેડિંગ
વિપક્ષી સાંસદો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવા માટે જંતર-મંતર જઈ રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના આહ્વાન પર, 'ઈન્ડિયા' (INDIA) ગઠબંધનના સાંસદો જંતર-મંતરથી લગભગ 100 મીટર દૂર જનપથ પર આવેલી 'સાગર રત્ન' રેસ્ટોરન્ટ ખાતે એકત્રિત થયા હતા. કે બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિલ્હીની 'સાગર રત્ન' રેસ્ટોરન્ટમાં ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. ગઠબંધનના સાંસદો માટે યોજાયેલા આ કાર્યક્રમમાં કોંગ્રેસના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
