દિલ્હીમાં ચાલતી મેટ્રો ટ્રેનના ભાડામાં વધારો કર્યો છે. DMRC એ એક આ અંગેની ટ્વિટર પોસ્ટમાં માહિતી આપી હતી કે 25 ઓગસ્ટ 2025 (સોમવાર) થી નવા દરો અમલમાં આવ્યા છે. નવા નિયમો હેઠળ ભાડું એક રૂપિયાથી વધારીને ચાર રૂપિયા કરવામાં આવ્યો છે. જ્યારે એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર આ વધારો મહત્તમ પાંચ રૂપિયા સુધીનો રહેશે.

DMRC કહે છે કે આ સુધારો અંતરના આધારે નક્કી કરવામાં આવ્યો છે અને તેને ન્યૂનતમ વધારો તરીકે લાગુ કરવામાં આવ્યો છે. નવા ભાડા સ્લેબ હવે બધા રૂટ પર અમલમાં આવી ગયા છે અને મુસાફરો આ દરો પર મુસાફરી કરશે.

અંતર પ્રમાણે ભાડું નક્કી

નવા ભાડા મુજબ હવે સામાન્ય દિવસોમાં 0-2 કિમીની મુસાફરીનું ભાડું 10 રૂપિયાથી વધીને 11 રૂપિયા થઈ ગયું છે. જ્યારે 2-5 કિમીનું ભાડું 20 રૂપિયાથી વધારીને 21 રૂપિયા થઈ ગયું છે. 5-12 કિલોમીટરના અંતરનું ભાડું 30 રૂપિયાથી વધારીને 32 રૂપિયા અને 12-21 કિલોમીટરનું ભાડું 40 રૂપિયાથી વધારીને 43 રૂપિયા થઈ ગયું છે.

દિલ્હી મેટ્રોએ પોસ્ટમાં વધુમાં જણાવ્યું છે કે 21-32 કિમીની મુસાફરીનું ભાડું 50 રૂપિયાથી વધારીને 54 રૂપિયા કરવામાં આવ્યું છે અને 32 કિમીથી વધુ અંતર માટે ભાડું 60 રૂપિયાથી વધારીને 64 રૂપિયા કરવામાં આવ્યું છે.


રાષ્ટ્રીય રજાઓ અને રવિવારે પણ ભાડામાં વધારો

સુધારેલા દરો રાષ્ટ્રીય રજાઓ અને રવિવારે પણ લાગુ પડશે, જેમાં 0-2 કિમીની મુસાફરીનો ખર્ચ 11 રૂપિયા, 2-5 કિમીની મુસાફરીનો ખર્ચ 11 રૂપિયા, 5-12 કિમીની મુસાફરીનો ખર્ચ 21 રૂપિયા, 12-21 કિમીની મુસાફરીનો ખર્ચ 32 રૂપિયા, 21-32 કિમીની મુસાફરીનો ખર્ચ 43 રૂપિયા અને 32 કિમીથી વધુની મુસાફરીનો ખર્ચ 54 રૂપિયા થશે.

એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર પણ આ જ પ્રકારનો સુધારો કરવામાં આવ્યો છે, જ્યાં ભાડું 1 રૂપિયાથી વધારીને 5 રૂપિયા કરવામાં આવ્યું છે.


  • Follow us on: