છેલ્લા ઘણા દિવસોથી કાળઝાળ ગરમી બાદ આજે દિલ્હીમાં વરસાદી માહોલ જામ્યો છે. દિલ્હીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરીજનોને બફારાથી રાહત મળી છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. પૂર્વી દિલ્હીના ઝાફરાબાદમાં પણ વરસાદ વરસી રહ્યો છે.આ ઉપરાંત નોઇડા ગાઝિયાબાદમાં પણ વરસાદ વરસી રહ્યો છે. 

ઠેર ઠેર ભરાયા પાણી 

શાસ્ત્રીનગરમાં માસ્ટર પ્લાન રોડ પાસે ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે. પાણી ભરાઈ જવાને કારણે રહેવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સોમવારે મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 25.7 ડિગ્રી સેલ્સિયસ હતું. દિવસ તડકો અને પવન ફૂંકાયો હતો.

કેવુ રહેશે હવામાન ? 

નવરાત્રિના આઠમા અને નવમા દિવસે એટલે કે મંગળવાર અને બુધવારે વરસાદ દિલ્હીમાં તાપમાનમાં ઘટાડો લાવી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ વાદળછાયું આકાશ સાથે હળવો વરસાદ અથવા ઝરમર વરસાદ થવાની સંભાવના છે. પરિણામે ભીષણ ગરમી અને ભેજથી રાહત મળી છે. 2 ઓક્ટોબરના દશેરાના દિવસે દિલ્હી-એનસીઆરમાં વાદળો આવવાની પણ સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 6 ઓક્ટોબર સુધીમાં દિલ્હી-એનસીઆરમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. વધુમાં, 3, 4, 5 અને 6 ઓક્ટોબરે વાદળો રહેવાની સંભાવના છે.

છેલ્લા ઘણા દિવસોથી કાળઝાળ ગરમી બાદ આજે દિલ્હીમાં વરસાદી માહોલ જામ્યો છે. દિલ્હીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરીજનોને બફારાથી રાહત મળી છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે. પૂર્વી દિલ્હીના ઝાફરાબાદમાં પણ વરસાદ વરસી રહ્યો છે.આ ઉપરાંત નોઇડા ગાઝિયાબાદમાં પણ વરસાદ વરસી રહ્યો છે.

કેવુ રહેશે હવામાન ? 

નવરાત્રિના આઠમા અને નવમા દિવસે એટલે કે મંગળવાર અને બુધવારે વરસાદ દિલ્હીમાં તાપમાનમાં ઘટાડો લાવી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ વાદળછાયું આકાશ સાથે હળવો વરસાદ અથવા ઝરમર વરસાદ થવાની સંભાવના છે. પરિણામે ભીષણ ગરમી અને ભેજથી રાહત મળી છે. 2 ઓક્ટોબરના દશેરાના દિવસે દિલ્હી-એનસીઆરમાં વાદળો આવવાની પણ સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 6 ઓક્ટોબર સુધીમાં દિલ્હી-એનસીઆરમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. વધુમાં, 3, 4, 5 અને 6 ઓક્ટોબરે વાદળો રહેવાની સંભાવના છે.

નોઇ઼ડા અને દિલ્હી સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ થઇ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યાનુસાર દિલ્હીનું ઓછામાં ઓછુ તાપમાન 28.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ છે. જે સામાન્ય તાપમાન કરતા 5.4 ડિગ્રી વધારે છે. મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ જવાની સંભાવના છે. 

  • Follow us on: