દેશની રાજધાની દિલ્હી ખાતે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક યુવકો એક યુવતીને ઢસડીને માર મારતા હોય તેવો વીડિયો સામે આવ્યો હતો. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત અનેક લોકોએ એ આ વીડિયો પોતાની પ્રોફાઇલ પર શેર કર્યો હતો. હવે વીડિયોમાં દેખાતા ચારેય આરોપીઓની દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી છે.

https://x.com/INCIndia/status/2108870143849947238?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2108870143849947238%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

દિલ્હી પોલીસ હાજર હોવા છતાં કોઇ કાર્યવાહી નહી

અહેવાલો અનુસાર, એક યુવતી અને એક યુવક કોકરોચ જનતા પાર્ટી (CJP)ના ધરણા પ્રદર્શનમાં ભાગ લેવા માટે આવ્યા હતા. આ દરમિયાન 4 લોકોએ તેમની સાથે મારપીટ કરી હતી.

સૌથી મહત્ત્વની વાત એ છે કે મારપીટની આ સમગ્ર ઘટના દિલ્હી પોલીસના જવાનોની હાજરીમાં બની હતી. આ ઘટના બની ત્યારે સ્થળ પર એક સ્વતંત્ર પત્રકાર હાજર હતી જેણે ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. એ યુવતીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે દિલ્હી પોલીસ આરોપીઓને બચાવી રહી છે.

આ ઘટનામાં પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઊભા થયા છે. આરોપ છે કે ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ચારેય લોકોને ત્યાંથી જવા દીધા હતા.

https://x.com/RahulGandhi/status/2108981144117297160?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2108981144117297160%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

દબાણ આવતા આરોપીઓ સામે પગલા લેવાયા

હવે દિલ્હી પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી કરવાની વાત કરતાં તેમની ધરપકડ કરીને યોગ્ય કાયદાકીય પગલાં લેવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હીમાં અનેક સ્થળોએ એવા આક્ષેપો થયા હતા કે કેટલાક લોકો ટોળાંમાં આવીને પ્રદર્શનકારીઓને માર મારી રહ્યા હતા, પરંતુ પોલીસ તેમની સામે કાર્યવાહી કરતી નહોતી. ત્યારબાદ લોકોએ સોશિયલ મીડિયા પર દિલ્હી પોલીસને ટૅગ કરીને સવાલો પૂછ્યા હતા.

સમગ્ર ઘટનાક્રમને કારણે પોલીસની ભૂમિકા સામે પણ સવાલો ઊભા થયા હતા. હવે પોલીસે ચારેય આરોપીઓની ઓળખ કરી તેમની સામે કાર્યવાહી કરવાની વાત કરી છે.