દિલ્હી-NCR હાલ ગંભીર વાયુપ્રદૂષણથી ઘેરાયેલુ છે. સતત વધતા સ્મોગ અને ધૂળના કારણે હવામાં રહેલા ખતરનાક કણો (PM2.5 અને PM10) એ AQIને 300થી વધુ પહોંચાડ્યો છે, જે “ખૂબ ખરાબ” શ્રેણીમાં આવે છે. આ ઝેરી હવાનો સૌથી વધુ પ્રભાવ આંખો, ગળા અને ફેફસાં પર પડી રહ્યો છે. લોકો આંખોમાં બળતર, ખંજવાળ, લાલાશ અને સોજા જેવી તકલીફોથી પરેશાન છે


આજે AQI શું છે?

શુક્રવારે, દિલ્હીના અક્ષરધામ વિસ્તારમાં AQI 322 નોંધાયું હતું. કર્તવ્ય પથમાં પણ 300 થી ઉપર AQI નોંધાયું હતું, જેના કારણે લોકોને ચશ્મા વગર શ્વાસ લેવામાં અને જોવામાં મુશ્કેલી પડી હતી. આનંદ વિહાર વિસ્તારમાં પણ આજે સવારે AQI 329 નોંધાયું હતું. દિલ્હીના લોધી રોડ વિસ્તારમાં 229 AQI નોંધાયું હતું, પરંતુ દૃશ્યતા હજુ પણ ખૂબ ઓછી હતી.

પ્રદૂષિત હવામાં રહેલા સૂક્ષ્મ કણો આંખોની ભેજ શોષી લે છે, જેના કારણે સૂકાશ અને બળતર વધે છે. લાંબા સમય સુધી આ અસર રહે તો કોર્નિયા ઇન્ફેક્શન અથવા એલર્જી થવાની શક્યતા વધી જાય છે. બાળકો, વૃદ્ધો અને પહેલાથી આંખોની સમસ્યા ધરાવતા લોકોએ ખાસ સાવધાની રાખવી જરૂરી છે.

રાહત મેળવવાના ઉપાય:

જરૂરી ન હોય ત્યાં સુધી બહાર ન નીકળો. જો બહાર જવું પડે તો UV પ્રોટેક્શન ચશ્માનો ઉપયોગ કરો. આંખોને ઠંડા પાણીથી વારંવાર ધોવો, જેથી પ્રદૂષક કણો દૂર થઈ શકે. આર્ટિફિશિયલ ટીર્સ અથવા આઈ ડ્રોપ ડૉક્ટરની સલાહથી વાપરો, જેથી આંખોની ભેજ જળવાય રહે. ઘરમાં એર પ્યુરિફાયર અથવા છોડ (જેમ કે એલોવેરા, સ્નેક પ્લાન્ટ) લગાવો જેથી હવા શુદ્ધ રહે.

આહારમા વિટામિન A અને C ધરાવતા ખોરાક જેમ કે ગાજર, પપૈયો, લીંબુ અને લીલા શાકભાજી ઉમેરો, જે આંખોની તંદુરસ્તી માટે લાભદાયક છે. પ્રદૂષણથી બચવા માટે સામૂહિક પ્રયાસો જરૂરી છે. વાહનોનો ઓછો ઉપયોગ, કારપૂલિંગ, વૃક્ષારોપણ અને સરકારી માર્ગદર્શિકા પાલન દરેક નાગરિકનું કર્તવ્ય છે. માત્ર ત્યારે જ દિલ્હી-એનસીઆર ફરીથી શુદ્ધ હવામાં શ્વાસ લઈ શકશે. 

  • Follow us on: