નવી દિલ્હીના કનોટ પ્લેસ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન દરમિયાન પથ્થરમારાની ઘટના સામે આવી છે. PTI બિલ્ડિંગ પાસે તૈનાત પોલીસકર્મીઓ પર અચાનક પથ્થરમારો શરૂ થતા 2 પોલીસ કર્મીઓને ઇજા પહોંચી છે. કુલ 50 જેટલા પ્રદર્શનકારીઓ આ જગ્યા પર એકત્ર થયા હતા. આ તમામની પોલીસે અટકાયત કરી લીધી છે. 

પથ્થરમારામાં 2 પોલીસકર્મીઓ ઘાયલ

આ ઘટનામાં 2 પોલીસકર્મીઓને ઈજા થઈ છે. પથ્થરમારા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને સ્થળ પર હાજર તમામ પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી.

પ્રાથમિક માહિતી મુજબ, પ્રદર્શનકારીઓની સંખ્યા લગભગ 50 હતી અને પથ્થરમારામાં 2 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

આ ઘટના લગભગ અડધા કલાક પહેલાં બની હોવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે, પ્રદર્શનકારીઓ કઈ માગણીને લઈને ત્યાં એકઠા થયા હતા તે હજુ સ્પષ્ટ થયું નથી. પથ્થરમારો કેવી રીતે શરૂ થયો અને તેની પાછળનું કારણ શું હતું, તેની વિગતવાર માહિતી સામે આવવાની બાકી છે.

DCP સચિન શર્માએ કહ્યું- પોલીસ સાવચેતીનાં પગલાં લઈ રહી છે

દિલ્હીમાં આજે CJPના પ્રદર્શન વચ્ચે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. 

નવી દિલ્હીના DCP સચિન શર્માએ જણાવ્યું હતું કે પોલીસ સાવચેતીનાં પગલાં તરીકે કાર્યવાહી કરી રહી છે. તેમણે લોકોને શાંતિ જાળવવાની અપીલ પણ કરી હતી.

DCP સચિન શર્માએ PTI બિલ્ડિંગ પાસે થયેલા પથ્થરમારા અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે પોલીસ પ્રદર્શન દરમિયાન પરિસ્થિતિને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરી રહી છે. સ્થળ પર કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી રહી છે. અટકાયતમાં લેવામાં આવેલા લોકોને બસમાં બેસાડીને લઈ જવામાં આવી રહ્યા છે.

DCP સચિન શર્માએ જણાવ્યું હતું કે ગોલ ડાકખાના વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ અને અર્ધલશ્કરી દળોના જવાનો તહેનાત છે. સુરક્ષા દળો આ વિસ્તારમાં કૂચ પણ કરી રહ્યા છે.

પોલીસનો પ્રયાસ છે કે પ્રદર્શન દરમિયાન શાંતિ જળવાઈ રહે અને કોઈ અપ્રિય ઘટના ન બને. આ માટે પોલીસ સાવચેતીનાં પગલાં લઈ રહી છે. અધિકારીઓએ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. સ્થળ પર પોલીસની કાર્યવાહી ચાલુ છે.