દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદથી રહેવાસીઓને ગરમીથી ખૂબ જ રાહત મળી. ગુરુવારે (૪ જૂન) બપોરે જોરદાર પવન ફૂંકાયો અને ત્યારબાદ ભારે વરસાદ પડ્યો. હવામાન વિભાગે 4 જૂન અને 5 જૂન માટે 'યલો એલર્ટ' જાહેર કર્યું છે.


દિલ્હીમાં ક્યાં ક્યાં પડી શકે વરસાદ 

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે કલાકમાં દિલ્હીના ઘણા ભાગોમાં - જેમાં નરેલા, અલીપુર, બુરારી, બાદલી, મોડેલ ટાઉન, કરાવલ નગર, આઝાદપુર, દિલ્હી યુનિવર્સિટી, સિવિલ લાઇન્સ, દિલશાદ ગાર્ડન, સીમાપુરી, કાશ્મીરી ગેટ, સીલમપુર, શાહદરા, વિવેક વિહાર અને લાલ કિલ્લો - તેમજ એનસીઆર પ્રદેશ (લોની દેહત)નો સમાવેશ થાય છે,

કડાકા ભડાકા સાથે વરસાદની સંભાવના 

વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદ, 30-50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે અને કરા પડવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી કેટલાક દિવસોમાં દિલ્હી-એનસીઆર આંશિક રીતે વાદળછાયું રહેશે. એક કે બે વાર હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ બદલાતી હવામાન પરિસ્થિતિઓ 6 જૂન સુધી ચાલુ રહેવાની ધારણા છે.

હવામાન નિષ્ણાતોના મતે, કેરળમાં ચોમાસાના આગમનથી ઉત્તર ભારતમાં પણ ભેજનું પ્રમાણ વધ્યું છે. આનાથી દિલ્હી-એનસીઆરમાં પૂર્વ-ચોમાસાની પ્રવૃત્તિ વધુ તીવ્ર બની છે. આગામી દિવસોમાં, આ પ્રદેશમાં ભારે પવન, ધૂળના તોફાન અને છૂટાછવાયા વરસાદની સંભાવના છે.



  • Follow us on: