દિલ્હીના સદર બજારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક આધેડ વયના વ્યક્તિએ છઠ્ઠા ધોરણની વિદ્યાર્થિનીને બંધક બનાવી તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે કાર્યવાહી કરતા દિલ્હી પોલીસે આરોપીની ધરપકડ કરી છે, FIR નોંધી છે અને આગળની તપાસ શરૂ કરી છે.


અહેવાલો અનુસાર, બાળકી કેટલીક વસ્તુઓ ખરીદવા માટે દુકાને ગઈ હતી. આરોપીએ તેને દુકાનની અંદર બંધક બનાવી અને દુષ્કર્મ જેવું ઘૃણાસ્પદ કૃત્ય આચર્યું.


16 સપ્ટેમ્બરની રાત્રે બનેલી ઘટના

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, 16 સપ્ટેમ્બરની રાત્રે તેમને PCR કોલ દ્વારા માહિતી મળી હતી કે એક દુકાનદારે સગીરાને પોતાની દુકાનમાં બંધક બનાવી છે અને તેની સાથે અશ્લીલ કૃત્ય કર્યું છે. માહિતી મળતાં જ સદર બજાર પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી; મહિલા પોલીસ સ્ટેશનની ટીમ પણ ત્યાં આવી પહોંચી હતી.


રાત્રે 11 વાગ્યે દુકાને ગઈ હતી બાળકી

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે પીડિત સગીરા શાળાની કેટલીક સામગ્રી ખરીદવા માટે રાત્રે લગભગ 11:00 વાગ્યે ઘરની બહાર નીકળી હતી. રસ્તામાં એક દરજીની દુકાન આવતી હતી; દરજીએ તેને લાલચ આપીને પોતાની દુકાનમાં બોલાવી અને તેની પર દુષ્કર્મ આચર્યું.


POCSO અને અન્ય કલમો હેઠળ કેસ નોંધાયો

સગીરા પર દુષ્કર્મના આરોપસર પકડાયેલા આરોપીની ઓળખ મકસૂદ તરીકે થઈ છે. મહિલા પોલીસ સ્ટેશનમાં POCSO એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે અને આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Nitin Gadkariનો આભાર માનું છું... અસદુદ્દીન ઓવૈસીએ કર્યો મસમોટો દાવો