Delhi Building Collapse: સત્ય નિકેતનમાં ઇમારત ધરાશાયી થયા બાદ NDRF એ ચાલુ બચાવ કામગીરીની વિગતો આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. NDRF ના IG નરેન્દ્ર સિંહ બુંદેલાએ જણાવ્યું હતું કે, "અત્યાર સુધીમાં, કુલ 12 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે; જેમાંથી છ લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને પાંચને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક મૃતદેહ હજુ સુધી મળ્યો નથી, અને NDRF અને ફાયર સર્વિસની ટીમો તેને બહાર કાઢવા માટે કામ કરી રહી છે. રાજ્ય સરકાર આ બાબતને ગંભીરતાથી લઈ રહી છે; મુખ્યમંત્રીએ ગઈકાલે સ્થળની મુલાકાત લીધી હતી અને નિર્દેશો જારી કર્યા હતા. જેને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે..."
તેમણે એ પણ નોંધ્યું હતું કે કાટમાળમાંથી લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું અત્યંત પડકારજનક છે અને ફસાયેલા લોકોની ચોક્કસ સંખ્યા હજુ સ્પષ્ટ નથી. જો કે, NDRF ની ટીમ, પોલીસ વહીવટીતંત્ર સાથે, યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલી છે.
https://twitter.com/ANI/status/2096850420413194513
માહિતી મળતાં જ એજન્સી તાત્કાલિક કાર્યવાહીમાં લાગી ગઈ: NDRF
NDRF ના IG એ જણાવ્યું હતું કે ગઈકાલે બપોરે ઇમારત ધરાશાયી થયાના સમાચાર મળતાં જ સરકારી મશીનરી તાત્કાલિક કાર્યવાહીમાં લાગી ગઈ હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ અને SDM સહિત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. દિલ્હી પોલીસ, ફાયર સર્વિસીસ, NDRF, આરોગ્ય વિભાગ, પેરામેડિક્સ, સ્થાનિકો અને સ્વયંસેવકોએ પણ દિવસભર મદદ કરી. તેમણે ઉલ્લેખ કર્યો કે NDRFની બે ટેકનિકલ ટીમો હાલમાં સ્થળ પર કામ કરી રહી છે.
આ પણ વાંચો: Bihar: લો બોલો.! આખું પરિવાર દારૂ હેરાફેરીમાં... નેહા ઝા જીજાજી સાથે ટિકિટ વગર કરતી હતી મુસાફરી, થશે અનેક ઘટસ્ફોટ