ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને ઝેરી ધુમ્મસ સતત તબાહી મચાવી રહ્યું છે.ગઇ કાલે લખનઉંમાં ભારત-દક્ષિણ આફ્રિકાની ચોથી ટી-20 મેચ સ્મોગને કારણે રદ્દ થઇ હતી. હવે દિલ્હી એનસીઆરમાં સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાઇ ગઇ છે. અનેક જગ્યાઓ પર ઝીરો વિઝિબલિટી થઇ ગઇ.તો બીજી તરફ જવાહરલાલ નહેરૂ સ્ટેડિયમની આસપાસ ઝેરીલા સ્મોગની પરત જોવા મળી. તો AQI 349 પર વેરી પુઅર કેટેગરીમાં દાખલ કરવામાં આવી.
100થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત
દિલ્હી એનસીઆરના અનેક વિસ્તારોમાં બુધવાર મોડી ગાઢ ધુમ્મસ છવાયેલુ જોવા મળ્યુ છે, જેના કારણે વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ છે. ગાઢ ધુમ્મસને કારણે હાઈવે પર વાહનો ધીમા પડી ગયા છે, જેના કારણે અકસ્માતનો ખતરો વધી ગયો છે. યમુના એક્સપ્રેસવે, NH-48 જેવા માર્ગો પર સ્પીડ લિમિટ ઘટાડવામાં આવી છે.આ સિવાય એર ઇન્ડિયા અને ઈન્ડિગોએ એડવાઈઝરી જાહેર કરી છે કે મુસાફરો ફ્લાઇટ સ્ટેટસ ચેક કરે. છેલ્લા દિવસોમાં 100થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. આ સિવાય IMDએ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પણ ડેન્સ ફોગની ચેતવણી આપી છે.
https://twitter.com/ANI/status/2001464301950005740
દિલ્હી-NCRમાં GRAP સ્ટેજ-IV લાગુ
જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ આસપાસ ઝેરી સ્મોગની જાડી પરત જોવા મળી, જ્યાં AQI 349 સાથે ‘વેરી પુઅર’ કેટેગરીમાં નોંધાયો છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર, દિલ્લીના અનેક વિસ્તારોમાં AQI ‘વેરી પુઅર અને સીવિયર’ વચ્ચે છે. કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટએ દિલ્હી-NCRમાં GRAP સ્ટેજ-IVના તમામ પગલાં લાગુ કર્યા છે, જેમાં કન્સ્ટ્રક્શન પર પ્રતિબંધ, વાહન નિયંત્રણો અને અન્ય કડક પગલાં સામેલ છે.
IMD મુજબ, 18થી 20 ડિસેમ્બર દરમિયાન સવારે હળવાથી ગાઢ ધુમ્મસ રહેશે. એરપોર્ટ પર લો વિઝિબિલિટી પ્રોસિજર લાગુ છે, જેના કારણે ફ્લાઇટ્સ ડિલે અને કેન્સલ થઈ રહી છે. ટ્રેનો પણ મોડી ચાલી રહી છે. AQI સીવિઅર રહેતાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે.
લોકોને માસ્ક પહેરવાની અપીલ કરાઇ
પ્રદૂષણના ખતરનાક સ્તરને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે લોકોને માસ્ક પહેરવા અને બહાર નીકળતી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. પ્રદૂષણ અને ધુમ્મસનું આ મિશ્રણ આરોગ્ય માટે ખૂબ જ ખતરનાક છે.
આ પણ વાંચોઃ West Bengal માં 1 કરોડ 90 લાખ શંકાસ્પદ મતદારોને નોટિસ મોકલવામાં આવી, ઘુસણખોરો હોવાની શક્યતા