દિલ્હીની 20થી વધારે કોલેજોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ચાણક્યપુરી સ્થિત જીસસ એન્ડ મેરી કોલેજ સહિત લગભગ 20 જેટલી કોલેજોને ધમકીનો ઇમેલ મળ્યો છે. જેની જાણકારી પોલીસ વિભાગને પણ આપવામાં આવી છે. પોલીસ દરેક કોલેજોમાં બોમ્બ અને ડોગ સ્ક્વોડને લઇને પહોંચી છે.

20 કોલેજોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
મળતી માહિતી પ્રમાણે દિલ્હીની ચાણક્યપુરી સ્થિત જીસસ એન્ડ મેરી કોલેજ સહિત 20 કોલેજે સવારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઇમેલ મોકલ્યો છે. જાણકારી અનુસાર પોલીસ વિભાગને જાણ કર્યા બાદ તેઓ દરેક કોલેજોમાં પોલીસ બોમ્બ અને ડોગસ્કવોડ લઇને પહોંચી. સર્ચ ઓપરેશ દરમિયાન હાલ કોઇ સંદિગ્ધ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી મળી નથી અને ધમકી ખોટી નીકળી. પોલીસને શંકા છે કે ધમકીભર્યો ઈમેલ મોકલનાર વ્યક્તિએ VPN નો ઉપયોગ કર્યો હતો.પોલીસને તપાસમાંજાણવા મળ્યું કે ધમકીભર્યો ઈમેલ 'ટેરરાઇઝર્સ 111' નામના જૂથ દ્વારા મોકલવામાં આવ્યો હતો. 25000 યુએસ ડોલર અને 5000 ડોલરની ક્રિપ્ટોકરન્સીની ખંડણી પણ માંગવામાં આવી હતી, પરંતુ આરોપીઓ પકડાયા નથી.

પહેલાં પણ મળી ચૂકી છે ધમકી
આ પહેલાં પણ અનેક વખત આવી ધમકી ભર્યા મેઇલ મળ્યા હતા. છેલ્લાં 5 દિવસોમાં 100 થી વધારે સ્કુલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. પરંતુ દિલ્હીની સ્કુલો, કોલેજો અને હિસ્પિટલોને વારં વાર ધમકી મળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. આ મામલો દિવસે ને દિવસે ગંભીર બનતો જઇ રહ્યો છે. ગઇ 20 ઓગસ્ટે દિલ્હીની 50 સ્કુલોને ધમકી ભર્યા ઇમેલ મોકલ્યા હતા. નજફગઢ, માલવીય નગર, પ્રસાદ નગર, કરોલ બાગ સહિત અનેક વિસ્તારની સ્કુલોને ધમકી ભર્યા ઇમેલ મોકલવામાં આવ્યા હતા. જેના પર પોલીસે તરત એક્શન લીધુ હતુ.

  • Follow us on: