દિલ્હી હાઇકોર્ટ બાદ હવે તાજ પેલેસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ જાણકારી મળતા જ દિલ્હી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી દીધી હતી. મળતી માહિતી મુજબ તાજ પેલેસને ધમકી ભર્યો જે ઇમેઇલ મળ્યો તેમાં તાજ પેલેસને બોમ્બથી ઉડાવી દેવાની વાત કરવામાં આવી છે.


તાજ પેલેસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

દિલ્હી હાઇકોર્ટને ઇમેઇલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે હાઇકોર્ટ પરિસરમાં 3 બોમ્બ છે., બપોરે 2 વાગ્યા સુધીમાં હાઇકોર્ટ ખાલી કરાવાની ધમકી આપી છે. આ ધમકી ભર્યા ઇમેઇલ બાદ દિલ્હી હાઇકોર્ટ પરિસરમાં તપાસ કરવામાં આવી રહી છે. હાઇકોર્ટ પરિસર ખાલી કરવામાં આવી રહ્યું છે.

હાઇકોર્ટમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી

ઘટનાને પગલે દિલ્હી પોલીસે સાવચેતીના ભાગરૂપે હાઇકોર્ટ પરિસરને ખાલી કરાયુ હતું. . આ ઇમેઇલ શુક્રવારે સવારે મળ્યો હતો.. જેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે પવિત્ર શુક્રવાર વિસ્ફોટો માટે પાકિસ્તાન અને તમિલનાડુની મિલીભગત છે. બપોરે 2 વાગ્યા સુધીમાં પરિસર ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી.

ઇમેઇલમાં શું લખવામાં આવ્યું છે?

ઇમેઇલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો કે એક શખ્સે પાકિસ્તાનની ISIનો સંપર્ક કર્યો છે અને 1998માં પટનામાં થયેલા વિસ્ફોટોનું પુનરાવર્તન કરવાનું કાવતરું ઘડ્યું છે. રાજકીય નેતાઓ અને RSS વિશે પણ વાંધાજનક વાતો લખવામાં આવી છે. આ સાથે એક મોબાઈલ નંબર અને કથિત IED ઉપકરણ વિશે પણ માહિતી આપવામાં આવી છે.

પોલીસ તપાસ તેજ

ઘટનાને પગલે પોલીસ તથા બોમ્બ સ્કવોર્ડ સ્થળ પર પહોંચી ગઇ.. આખુ પરિસર ખાલી કરાવીને તપાસ શરૂ કરવામાં આવી.. આ મામલે પોલીસ ગંભીરતાથી તપાસ કરી રહી.. હાલ તો સાયબર સેલની ટીમ તપાસ કરી રહી છે કે ધમકી ભર્યો કોલ ક્યાંથી મોકલ્યો છે અને કોણ મોકલી રહ્યું છે.

ત્યારે અહીં સવાલ એ થાયકે દિલ્હીની શાળાઓ, કોલેજ, હાઇકોર્ટ સહિતની જગ્યાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે પણ હજી સુધી કેમ આ ધમકી આપનાર કોણ છે તે શોધી નથી શકાયું ? કેમ વારંવાર ધમકીઓ મળી રહી છે પરંતુ એવુ કોઇ એક્શન ન લેવાયુ કે ધમકી આપવાની બીજી વાર કોઇ હિંમત ન કરે. શું કરી રહી છે દિલ્હી પોલીસ અને સાયબર સેલની ટીમ. વારંવાર આવી ધમકીઓ આપીને લોકોમાં ડરનો માહોલ ફેલાવવામાં આવે છે.. આખરે ક્યારે આવી ધમકીઓ આપનાર સામે કડક કાર્યવાહી કરાશે તે જોવાનું રહ્યું 


  • Follow us on: