DGCAએ એર ઈન્ડિયાના એક પાયલને ફ્લાઈટ AI-358 અને AI-357માં એરક્રાફ્ટ ડિસ્પેચ, મિનિમમ ઈક્વિપમેન્ટ લિસ્ટ કમ્પ્લાયન્સ અને ફ્લાઈટ ક્રૂના નિર્ણય લેવામાં જોડાયેલી સુરક્ષા ચિંતાઓની વચ્ચે કારણ દર્શક નોટિસ જાહેર કરી છે. DGCAએ પોતાની નોટિસમાં કહ્યું કે પાયલટે વારંવાર મુશ્કેલી અને સિસ્ટમમાં આવેલી ખરાબી છતાં પણ એરક્રાફ્ટ લીધું, સિવિલ એવિએશન ઓથોરિટીએ જણાવ્યું કે AI-358 ફ્લાઈટમાં એક દરવાજાની પાસે ધુમાડાની ગંધ આવી રહી હતી.


DGCAએ કારણ દર્શક નોટિસમાં કહ્યું કે જોવામાં આવ્યું કે મેસર્સ એર ઈન્ડિયા લિમિટેડને ફ્લાઈટ AI-358 દરમિયાન એરક્રાફ્ટ ડિસ્પેચ, મિનિમમ ઈક્વિપમેન્ટ લિસ્ટ કમ્પ્લાયન્સ અને ફ્લાઈટ ક્રૂના નિર્ણય લેવા સાથે જોડાયેલી ગંભીર સુરક્ષા ચિંતાઓ ઉભી થઈ છે.

કેમ નોટિસ આપવામાં આવી?

નોટિસમાં વધુમાં કહેવામાં આવ્યું કે જ્યારે ફ્લાઈટ AI-358ના ઓપરેશન દરમિયાન ઓપરેટિંગ ક્રૂને PACK ACM L અને પેક મોડ એડવાઈઝરી મળી અને R2 દરવાજાની પાસે ધુમાડાની ગંધની સુચના મળી. છેલ્લા 5 સેક્ટરમાં તેમને સિસ્ટમ સાથે જોડાયેલી વારંવારની મુશ્કેલીઓની નોંધ લેવામાં આવી હતી.

સિસ્ટમ ખરાબ હોવા છતાં એરક્રાફ્ટનો ઓપરેશન માટે સ્વીકાર કરી લીધો

DGCA મુજબ AI-358માં ઓપરેટિંગ ક્રૂએ MEL લિમિટેશનની સમજ વગર જ એરક્રાફ્ટનો સ્વીકાર કરી લીધો, કારણ કે 28 ડિસેમ્બરે નીચલા જમણા રીસર્ક્યુલેશન ફેનની કંડીશન MEL 'O' કંડીશનની સાથે અલાઈન નહતી. નોટિસમાં કહેવામાં આવ્યું કે જ્યારે એરક્રાફ્ટ VT-ANIને CAR સેક્શન 2, સિરિઝ બી, પાર્ટ 1, પેરા 2.2 અને 2.3ના ઉલ્લંઘનમાં ઈનકમ્પેટિબલ MEL આઈટમની સાથે મોકલવામાં આવ્યું હતું, જ્યારે જણાવેલી વાતો છતાં ફ્લાઈટ AI-358 અને AI-357ના પાયલટે જેમાં તે પોતે પણ સામેલ હતા, વારંવાર મુશ્કેલી અને ખરાબ સિસ્ટમની અગાઉથી જાણકારી હોવા છતાં એરક્રાફ્ટનો ઓપરેશન માટે સ્વીકાર કરી લીધો.

આ નિયમોનું કર્યું ઉલ્લંઘન

એવિએશન બોડીએ કહ્યું કે 28 જૂન 2025એ ફ્લાઈટ AI-358 પર નીચલા જમણા રીસર્ક્યુલેશન ફેન સાથે જોડાયેલી MEL 'O' શરતનું પાલન ના કરવામાં આવ્યું, જે CAR સેક્શન 2, સિરિઝ બી, પાર્ટ 1, પેરા 5.3નું ઉલ્લંઘન છે, જ્યારે ઓપરેટિંગ ક્રૂએ MELની મર્યાદાઓ અને સિસ્ટમ ઈન્ટરડિપેન્ડેન્સીની સમજ વગર એરક્રાફ્ટનો સ્વીકાર કરી લીધો, જે CAR સેક્શન 8, સિરિઝ O, પાર્ટ 2, પેરા 3.1.2ના નિયમોની વિરૂદ્ધ છે.

નોટિસમાં કહેવામાં આવ્યું કે તમને આ નોટિસ મળવાના 14 દિવસની અંદર કારણ જણાવવા માટે નિર્દેશ આપવામાં આવે છે કે ઉપર જણાવેલા ઉલ્લંઘનો માટે એરક્રાફ્ટ રૂલ્સ અને સિવિલ એવિએશન રિક્વાયરમેન્ટસ સંબંધિત પ્રોવિઝન્સ હેઠળ તમારી વિરૂદ્ધ યોગ્ય એનફોર્સમેન્ટ એક્શન કેમ શરૂ કરવામાં ના આવે, નક્કી કરેલા સમયમાં પોતાનો જવાન નહીં રજૂ કરવામાં આવે તો રેકોર્ડમાં હાજર રહેલા પૂરાવાના આધાર પર કેસ પર એકતરફી નિર્ણય કરવામાં આવશે.

ફ્લાઈટને તાત્કાલિક ટેક ઓફ બાદ પરત લેન્ડ કરાઈ

આ પહેલા 22 ડિસેમ્બરે મુંબઈ જતી એર ઈન્ડિયાની એક ફ્લાઈટને રવિવારે નીકળ્યા પછી તરત દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પરત ફરવું પડ્યું. ફ્લાઈટ AI-887ના પાયલટે હવામાં ટેક્નિકલ ખામીની જાણ થયા બાદ સાવધાનીથી પરત ફરવાનો વિકલ્પ પસંદ કર્યો. દિલ્હીથી મુંબઈ જઈ રહેલી ફ્લાઈટ AI-887ને ઓપરેટ કરનારા ક્રૂ, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર મુજબ ટેક્નિકલ સમસ્યાના કારણે ટેક ઓફના તરત બાદ જ દિલ્હી પરત ફર્યું.

  આ પણ વાંચો: 8 major expressways by 2026: અમદાવાદ, જામનગરા, દિલ્હી અને...2026માં દેશને મળશે મોટા 8 એક્સપ્રેસ વે


  • Follow us on: