ઉત્તરકાશીના ધરાલીમાં આવેલી કુદરતી આફતને લઇને સીએમ ધામી ત્યાં જ છે. તેઓ રેસક્યુ કામગીરી તથા રાહત બચાવ કામગીરી તમામ પર દેખરેખ રાખી રહ્યા છે. ત્યારે આજે એક એવુ દ્રશ્ય જોના મળ્યુ જેનાથી હાજર સૌ કોઇ ભાવુક થઇ.

ગુજરાતની મહિલાએ બાંધી રાખડી 
સીએમ ધામી ઘટનાને બાદ સ્થિતિની સમીક્ષા અને નિરીક્ષણ કરી રહ્યા હતા. તે દરમિયાન ગુજરાતના અમદાવાદના ઇસનપુરના રહેવાસી ધનગૌરી બરૌલિયા પોતાના પરિવાર સાથે ગંગોત્રીની મુલાકાત લેવા આવી હતી. 5 ઓગસ્ટે ધારાલીમાં આવેલી ભયંકર આફતે તેમના જીવનની દિશા બદલી નાખી. અચાનક કાટમાળ અને જોરદાર પ્રવાહને કારણે રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો અને તે પોતાના પરિવાર સાથે ફસાઈ ગઈ. ચારે બાજુ વિનાશ, ભય અને અનિશ્ચિતતાનું વાતાવરણ હતું. ઘરથી સેંકડો કિલોમીટર દૂર, કોઈને ખબર નહોતી કે આગળ શું થશે?

આ દરમિયાન મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના નેતૃત્વમાં રાહત અને બચાવ કામગીરી ઝડપથી શરૂ થઈ. બચાવ ટીમોએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સતત પ્રયાસો કર્યા અને ધનગૌરી અને તેમના પરિવારને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. પહેલી વાર ભયથી ધ્રૂજતા ચહેરા પર રાહતનું સ્મિત આવ્યું.

ભાઇની જેમ અમારી રક્ષા કરી- મહિલા 
ત્યારે આજે જ્યારે સીએમ ધામી સ્થળ નિરીક્ષણ કરી રહ્યા હતા ત્યારે તેઓ આવ્યા. અને તેમણે પોતાની સાડીની કિનારી ફાડી અને તેનાથી સીએમ ધામીને રાખડી બાંધી. તેમણે રાખડી બાંધતી વખતે ભાવુક થઇને કહ્યુંકે સીએમ ધામી ભગવાન કૃષ્ણ જેવા છે. તેઓએ ન માત્ર મારી પરંતુ અહીં હાજર તમામ માતા બહેનોની ભાઇની જેમ રક્ષા કરી છે. તેઓ સતત 3 દિવસ અમારી વચ્ચે રહ્યા અને સુરક્ષાનું ધ્યાન રાખ્યું. સીએમ ધામીએ પણ તેમને એક બહેનના રૂપમાં તેમનો હાથ પકડીને દરેક પરિસ્થિતિમાં બહેનો સાથે ઉભા રહેશે તેનું આશ્વાસન આપ્યું. કે એક ભાઈ તરીકે તેઓ દરેક પરિસ્થિતિમાં આપત્તિથી પ્રભાવિત બહેનોની સાથે ઉભા રહેશે અને રાજ્ય સરકાર દ્વારા દરેક શક્ય મદદ કરવામાં આવશે. 


  • Follow us on: