NEET પેપર લીક મામલે દેશભરમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. દિલ્હીના જંતર-મંતરથી શરૂ થયેલું વિદ્યાર્થી આંદોલન દેશના અનેક રાજ્યોમાં ફેલાયું હતું. વિરોધ પ્રદર્શનને અનેક વિરોધ પક્ષો અને જાણીતી હસ્તીઓનું સમર્થન મળ્યું છે. 

કેવી રીતે શરૂ કરી રાજકીય કારકિર્દી?

તમને જણાવી દઈએ કે 57 વર્ષીય ધર્મેન્દ્ર પ્રધાન ભાજપના વરિષ્ઠ નેતા છે. તેમનો જન્મ 26 જૂન, 1969ના રોજ ઓડિશાના તાલચેરમાં થયો હતો. તેમણે ઉત્કલ યુનિવર્સિટીમાંથી માનવશાસ્ત્રમાં એમ.એ. કર્યું છે અને રાજકીય કારકિર્દીની શરૂઆત ABVPથી કરી હતી. વર્ષ 2000માં તેઓ પ્રથમ વખત ઓડિશા વિધાનસભાના સભ્ય બન્યા હતા. બાદમાં લોકસભા સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા અને પેટ્રોલિયમ, કુદરતી ગેસ તેમજ કૌશલ્ય વિકાસ જેવા મહત્વના મંત્રાલયોની જવાબદારી સંભાળી હતી. જૂન 2024માં સંબલપુર લોકસભા બેઠક પરથી જીત્યા બાદ તેમને ફરી શિક્ષણમંત્રી બનાવવામાં આવ્યા.

ધર્મેન્દ્ર પ્રધાન કરતા તેમની પત્ની પાસે છે વધારે મિલકત 

2024ની ચૂંટણીના એફિડેવિટ મુજબ ધર્મેન્દ્ર પ્રધાન અને તેમના પરિવારની કુલ નેટવર્થ 6.38 કરોડ રૂપિયા છે. તેમની વ્યક્તિગત નેટવર્થ અંદાજે 1.99 કરોડ રૂપિયા છે, જ્યારે પત્ની મૃદુલા ઠાકુર પ્રધાનની નેટવર્થ 4.12 કરોડ રૂપિયા છે. પરિવાર પાસે બેન્કમાં જમા રકમ, એફડી અને PPFમાં લગભગ 2.47 કરોડ રૂપિયા છે. ઉપરાંત ગાજિયાબાદ અને ભુવનેશ્વરમાં રહેણાંક મિલકતો, જમીન, વાહનો તેમજ સોનું-ચાંદી જેવી સંપત્તિ પણ છે. ચૂંટણીના સોગંદનામા મુજબ તેમના વિરુદ્ધ વર્ષ 2005, 2006 અને 2010 દરમિયાન રાજકીય આંદોલન અને વિરોધ પ્રદર્શન સંબંધિત ત્રણ જૂના કેસ નોંધાયેલા છે, જેમાં કેટલાક કેસો હજુ ન્યાયિક પ્રક્રિયામાં છે.

આ પણ વાંચો : Abhijeet Dipke Video: 'ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું', અભિજીત દિપકેની પહેલી પ્રતિક્રિયા આવી સામે