દિલ્હી જંતર મંતર ખાતે છેલ્લા ઘણા સમયથી નીટ પેપરલીક મામલે મોટી સંખ્યામાં લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સોનમ વાંગચૂક અનશન કર્યા હતા. સીજેપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થયુ હતું. તેઓની એક જ માગ હતી કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામુ આપે. અને હવે થયુ પણ એવુ જ. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણમંત્રી પદેથી રાજીનામુ આપ્યુ છે.  આ અંગે તેમણે સોશિયલ મીડિયા પર એક ટ્વિટ પણ કર્યું છે. 

https://twitter.com/ANI/status/2080988013937733813

સીજેપીએ આંદોલનના અંતની કરી જાહેરાત 

જો કે અંતે સીજેપી અને સરકારની બેઠક મળી હતી. જેમાં સીજેપીની અન્ય બે માગ પણ સરકારે માની લીધી છે. નીટ પરીક્ષાના મૃતકોના પરિજનોને સહાય રાશિ આપવામાં આવશે. કેટલી આપવામાં આવશે તે નક્કી નથી થયુ અને સાથે જ એફઆઇઆર જે કરવામાં આવી છે સંઘર્ષને પગલે તે રદ કરવામા ંઆવશે. આ માગણીઓ સંતોષાતા સીજેપીએ આંદોલનના અંતની જાહેરાત કરી છે. 

https://twitter.com/ANI/status/2080988564859302238

મે પીએમને કહ્યું હતું સંવાદ શરૂ કરો- શરદ પવાર

શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ શરદ પવારે દાવો કર્યો છે કે મે પીએમને કહ્યું હતું કે સંવાદ શરૂ કરો. પ્રધાનનું રાજીનામુ લેવુ જોઇએ. પીએમએ મારો અનુરોધ સ્વીકાર્યો 

સીજેપી અને સરકાર વચ્ચે બેઠક 

કેન્દ્રીય મંત્રીઓ જેપી નડ્ડા અને જીતેન્દ્ર સિંહે કોકરોચ જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસ અને તેના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રંકા સાથે ત્રીજા રાઉન્ડની વાતચીત કરી.

શાબાશ વિદ્યાર્થીઓ , તમારા બધા પર ગર્વ- રાહુલ ગાંધી

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આપણી શિક્ષણ પ્રણાલીના પુનર્નિર્માણમાં એક મોટું પગલું છે. તે એક પ્રતીકાત્મક પગલું છે. હું દરેક વિદ્યાર્થી, દરેક યુવાનને અભિનંદન આપવા માંગુ છું જે રસ્તાઓ પર ઉતર્યા અને લોકશાહી માટે લડ્યા, આ દેશના ભવિષ્ય માટે લડ્યા અને બંધારણનું રક્ષણ કર્યું.

https://twitter.com/RahulGandhi/status/2080971274994749754


નવી દિલ્હીની મુસાફરી કરવાનું ટાળો - દિલ્હી પોલીસ

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ, દિલ્હીમાં ભારે અશાંતિનો અનુભવ થઈ રહ્યો છે. દરમિયાન, દિલ્હી પોલીસે એક એડવાઇઝરી જાહેર કરીને જણાવ્યું છે કે, જિલ્લાભરમાં ભારે ભીડ અને ટ્રાફિક જામને ધ્યાનમાં રાખીને, નાગરિકોને નવી દિલ્હી વિસ્તારમાં મુસાફરી કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. મુસાફરોને વિલંબ ટાળવા અને મુશ્કેલીમુક્ત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

દેવેન્દ્ર ફડણવીસને દિલ્હી બોલાવવામાં આવ્યા

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. તેઓ મહારાષ્ટ્રથી દિલ્હી જવા રવાના થઈ ગયા હોવાનું જાણવા મળે છે. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે તેમની સાથે છે. ફડણવીસ આજે સાંજે અમિત શાહને મળશે.

દિલ્હી મેટ્રો સ્ટેશન હવે શરૂ- DMRC

રાજીવ ચોક, મંડી હાઉસ અને સેન્ટ્રલ સેક્રેટરીએટ મેટ્રો સ્ટેશનોના પ્રવેશદ્વાર હવે ખુલ્લા છે: દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન

https://twitter.com/ANI/status/2080963382258397588

તાનાશાહી નહી ચાલે- પ્રિયંકા ગાંધી 

આ ભારતના યુવાનોનો વિજય છે. મને તેમના પર ગર્વ છે. તેમના પર પેલેટ ગન, ટીયર ગેસ અને લાઠીચાર્જથી હુમલો કરવામાં આવ્યો હતો. તેમને ગંભીર ઈજાઓ થઈ હતી, પરંતુ તેમણે હાર માનવાનો ઇનકાર કર્યો હતો. તેના બદલે, સરકારે તેમની ઇચ્છા સામે ઝૂકવું પડ્યું.

https://twitter.com/priyankagandhi/status/2080964918980001959

ધર્મેન્દ્રજી તમારા યોગદાન બદલ આભાર- કિરેન રિજિજુ

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ ટ્વીટ કર્યું, "...ધર્મેન્દ્રજી, તમારી અવિરત સેવા, સુધારાઓ પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતા અને મજબૂત ભારત બનાવવા માટે તમારા યોગદાન બદલ આભાર. હું તમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે તમે એ જ દૃઢતા અને નિષ્ઠા સાથે રાષ્ટ્રની સેવા કરતા રહો."

https://twitter.com/ANI/status/2080961820240818517

નવી પેઢી માટે આ એક મોટી જીત છે - અખિલેશ યાદવ

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવ કહે છે કે, "...આ નવી પેઢી માટે એક મોટી જીત છે...સરકારે પ્રાથમિક શિક્ષણથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીની દરેક બાબતમાં ખૂબ ગંભીરતાથી વિચારવું પડશે. પરીક્ષાના પેપર લીક થવાથી બચવા માટે નક્કર પગલાં લેવા પડશે...આજના સમયમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા દ્વારા અને શેરીઓમાં યુવાનોનું આ આંદોલન ફેલાયું, જેના કારણે આખરે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી, જેના અસંખ્ય સાથીઓ છે, તેને ઝૂકવું પડ્યું. 

https://twitter.com/ANI/status/2080963003109757395

PM Modi અને અમિત શાહે કરી બેઠક 

તો સીજેપીની બેઠક પહેલા પીએમ મોદી અને અમિત શાહની બેઠક મળી. આ બંને દિગ્ગજોની મુલાકાત બાદ હવે અમિત શાહ જિતેન્દ્ર સિંહ અને જેપી નડ્ડા સાથે મુલાકાત કરી રહ્યા છે. અમિત શાહ સાથે મુલાકાત બાદ જેપી નડ્ડા અને જિતેન્દ્રસિંહ સીજેપી લીડરને મળશે.

https://twitter.com/ANI/status/2080959005955125445

CJPની સરકાર સાથે બેઠક થશે

સીજેપી ટીમ મીટિંગ માટે પહોંચી છે. થોડીવારમાં મીટિંગ શરૂ થશે. જે.પી નડ્ડા અને જિતેન્દ્ર સિંહ સાથે બેઠક થવાની છે. મહત્વનું છે કે શિક્ષણમંત્રીના રાજીનામા બાદ આ બેઠક થઇ રહી છે. 

https://twitter.com/ANI/status/2080957194120609920

આ લોકશાહીનો વિજય છે- સોનમ વાંગચુક 

આ અંગે પર્યાવરણવિદ સોનમ વાંગચુકની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે લોકશાહીનો વિજય થયો છે. સીધી લોકશાહી... સીધી શેરીઓમાંથી. આ શાંતિ, ધીરજ અને દ્રઢતાનો વિજય છે. CJP, રાષ્ટ્રના ઝેન Z ને અભિનંદન.  દેશના દરેક ખૂણામાંથી ઉભા થવા બદલ બધા નાગરિકોનો આભાર.

https://twitter.com/Wangchuk66/status/2080952734141088056

આ સત્યનો વિજય છે- મલ્લિકાર્જુન ખડગે 

ભારતનો 'વિદ્યાર્થીઓનો પડઘો' આખરે ઘમંડી શક્તિના ઉંબરે પહોંચી ગયો છે. આ આપણા લાખો યુવાનોનો વિજય છે જેમણે શિક્ષણ પ્રણાલીને સુધારવા માટે દેશભરમાં રસ્તાઓ પર અવાજ ઉઠાવ્યો હતો. આ સત્યનો વિજય છે. આ તે બધા પરિવારોનો વિજય છે જેમણે આ સરકાર ભ્રષ્ટ હોવાને કારણે પોતાનું લોહી, પોતાના બાળકો ગુમાવ્યા છે. આ સંયુક્ત વિપક્ષનો વિજય છે, જેમણે વિદ્યાર્થીઓના હિતમાં સંસદથી રસ્તાઓ સુધી પોતાનો અવાજ ઉઠાવ્યો.

https://twitter.com/kharge/status/2080951285520400623

હજુ આપણી માગણીઓ પુરી થઇ નથી- સીજેપી ચીફ સૌરવ દાસ

 કોકરોચ જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે જણાવ્યું કે બપોરે 3:30 વાગ્યે બોલાવવામાં આવ્યા છે. જ્યાં સુધી અમારી બધી માંગણીઓ પૂર્ણ ન થાય અને તેઓ લેખિતમાં ન આપે ત્યાં સુધી અમે ક્યાંય જવાના નથી. આ એક મોટી જીત છે 

https://twitter.com/ANI/status/2080950992208822666

શું કહ્યું અભિજિત દિપકેએ? 

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પીએમ મોદીને રાજીનામું મોકલી દીધું છે તેવો પત્ર પોસ્ટ કરતાં, CJPના સ્થાપક અભિજીત દિપકે કહે છે, "ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. આ એ વાતનો પુરાવો છે કે જો તમે ડરશો નહીં, જો તમે આ સરકાર સામે ઝૂકશો નહીં, તો તમે કોઈનું પણ રાજીનામું લઈ શકો છો. લોકશાહીમાં ડરશો નહીં.

https://twitter.com/PTI_News/status/2080941502768025981

CJPમાં ખુશીની લહેર

દિલ્હી જંતર મંતર ખાતે સીજેપીના સાથીઓમાં ખુશી જોવા મળી રહીછો. સો કૌઇમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  જંતર મંતર ખાતે જશ્નનો માહોલ છે. હાજર હજારો વિદ્યાર્થીઓ ખુશીથી ઝુમી ઉઠ્યા છે. 

https://twitter.com/ANI/status/2080937673603317931

પહેલા દિવસથી જ મે જવાબદારી લીધી હતી- ધર્મેન્દ્ર પ્રધાન 

ધર્મેન્દ્ર પ્રધાને પોતાનું રાજીનામુ પીએમ મોદીને સોંપ્યુ છે. "પહેલા દિવસથી જ મેં આની જવાબદારી લીધી. મેં આ પરિસ્થિતિથી ક્યારેય પીછેહઠ કરી નથી. હું કોઈપણ મેરીટરી વિદ્યાર્થીની સંભાવનાઓને પરીક્ષા માફિયાઓ દ્વારા જોખમમાં ન મૂકવા દેવાનો દૃઢ નિર્ધાર કર્યો હતો. અમે કોઈપણ વિદ્યાર્થી સાથે અન્યાય નહીં કરીએ."

ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામુ કેમ આપ્યું ? 

રાજીનામું આપવા પાછળનું કારણ સમજાવતા પ્રધાને કહ્યું, "જંતર-મંતર અને દેશભરમાં જે મૂંઝવણ ઊભી થઈ છે તેનો લાભ રાષ્ટ્ર વિરોધી શક્તિઓ દ્વારા ન લેવો જોઈએ. દેશની એકતા જાળવી રાખવી જોઈએ. દેશના કોઈપણ વિદ્યાર્થીનું ભવિષ્ય કાનૂની ગૂંચવણોમાં ન ફસાય. બાળકોએ ખંતથી અભ્યાસ કરવો જોઈએ અને પોતાની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને, મેં મારું રાજીનામું પીએમ નરેન્દ્ર મોદીને મોકલી દીધું છે."

https://twitter.com/dpradhanbjp/status/2080938216505667663

રાજીનામાના અંતે પ્રધાને કહ્યું, "ભગવાન જગન્નાથના આશીર્વાદથી, હું ભવિષ્યમાં ભારત માતા, ઓડિશાના લોકો અને દેશના યુવાનોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે દરેક શક્ય રીતે મારી જાતને સમર્પિત કરીશ."

https://twitter.com/ANI/status/2080946565565587503