દિલ્હીમાં સીઈસી (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે યુટ્યુબર ધ્રુવ રાઠીની, CJPના નેતાઓ અને અન્ય રાજકીય હસ્તીઓ સાથે અટકાયત કરી હતી; જોકે, બાદમાં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. આ ઘટના અંગે વાત કરતા, રાઠીએ 'X' (ટ્વિટર) પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તેમણે પોતાની અટકાયતની સમગ્ર ઘટના વર્ણવી હતી.


શરૂઆતમાં જ પોતાનો પાસપોર્ટ બતાવતા ધ્રુવ રાઠીએ કહ્યું, "હું ભારતીય નાગરિક હતો, હું ભારતીય નાગરિક છું અને હંમેશા ભારતીય નાગરિક જ રહીશ." તેમણે અફવા ફેલાવનારાઓના દાવાઓને જેઓ તેમની પાસે વિદેશી પાસપોર્ટ હોવાનો આરોપ મૂકીને તેમની અટકાયતને યોગ્ય ઠેરવતા હતા. સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા. રાઠીએ ભારપૂર્વક કહ્યું કે ભારતીય નાગરિક તરીકે દેશના અન્ય કોઈપણ વ્યક્તિની જેમ તેમને પણ વિરોધ કરવાનો અધિકાર છે. x પર લખ્યું છે કે,'અટકાયત નહીં, પણ અપહરણ છે.

https://x.com/dhruv_rathee/status/2109159483910066636?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2109159483910066636%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

ધ્રુવ રાઠી સાથે શું થયું?

પોતાની અટકાયતની ઘટના વર્ણવતા તેમણે કહ્યું કે શનિવારે સવારે લગભગ 7 વાગ્યે જ્યારે તેઓ ઘરે સૂતા હતા, ત્યારે સાદા વેશમાં આવેલા લગભગ 20 લોકો ઘરમાં ઘૂસી આવ્યા હતા. તેમણે દરવાજો ખોલતી વખતે તેમની માતાને ધક્કો માર્યો હતો. જ્યારે તેઓ બળજબરીથી તેમના બેડરૂમમાં ઘૂસ્યા ત્યારે તેઓ સૂતા હતા. રાઠીએ ઉમેર્યું કે તેઓ પરિસ્થિતિ સમજે તે પહેલાં જ આ લોકો તેમને સીધા તેમના બેડરૂમમાંથી ઉઠાવી ગયા હતા.


"મને મારા ઘરેથી ઉઠાવી લેવામાં આવ્યો" – રાઠી

ધ્રુવ રાઠીએ દલીલ કરી હતી કે આ ઘટનાને ત્યારે જ 'અટકાયત' (detention) ગણી શકાય જો તેઓ ખરેખર વિરોધ સ્થળ પર ગયા હોત, અથવા 'ધરપકડ' (arrest) ત્યારે ગણાય જો ગણવેશધારી પોલીસ અધિકારીઓ આવ્યા હોત અને તેમને ચોક્કસ આરોપો તથા કાનૂની કલમો વિશે જાણ કરી હોત જેના હેઠળ તેમને કસ્ટડીમાં લેવામાં આવી રહ્યા હતા. પરંતુ આમાંથી કંઈ જ બન્યું ન હતું. રાઠીએ આરોપ લગાવ્યો કે આ લોકોએ ગુંડાઓની જેમ વર્તન કર્યું અને તેઓ સૂતા હતા ત્યારે તેમને ઘરેથી ઉઠાવી લીધા. તે સમયે ઘરમાં માત્ર તેઓ અને તેમના માતા-પિતા જ હાજર હતા; અન્ય કોઈ ત્યાં નહોતું.


રાઠી વીડિયો કેમ રેકોર્ડ ન કરી શક્યા? 

તેમણે વધુમાં જણાવ્યું કે જ્યારે તેમણે પૂછ્યું કે તેઓ કોણ છે, ત્યારે તેઓએ તરત જ તેમને કોઈ ગુનેગારની જેમ રૂમની બહાર ખેંચી કાઢ્યા. તેમને ઘણી જગ્યાએ ઈજાઓ થઈ હતી. તેમને તેમના જૂતા કે ચંપલ પહેરવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી. તેઓ તેમને ખેંચીને જીપ સુધી લઈ ગયા અને અંદર પૂરી દીધા. રાઠીએ સ્પષ્ટતા કરી કે તેઓ ઘટનાનો વીડિયો રેકોર્ડ કરી શક્યા નહોતા કારણ કે તેમના બેડરૂમમાં પ્રવેશતાની સાથે જ તેમનો ફોન છીનવી લેવામાં આવ્યો હતો. તેમના પરિવારના સભ્યોના ફોન પણ જપ્ત કરી લેવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે તેમને પોલીસ સ્ટેશનમાં લગભગ 22 થી 23 કલાક સુધી અટકાયતમાં રાખવામાં આવ્યા હતા; તે દરમિયાન તેમને ન તો તેમના વકીલ સાથે વાત કરવાની મંજૂરી આપવામાં આવી કે ન તો તેમને તેમનો ફોન વાપરવા દેવામાં આવ્યો.


આ પણ વાંચો: Protest: બેરિકેડ્સ હટાવો, મેટ્રો સેવા ચાલુ રહેવી જોઈએ... દિલ્હીમાં પ્રતિબંધો પર સુપ્રીમની લાલઆંખ