Doctor Heart Attack: જિમમાં કસરત કરતી વખતે એક વ્યક્તિના અચાનક મૃત્યુનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં દેખાઈ રહેલા વ્યક્તિની ઓળખ ડૉક્ટર શાહીન રહેમાન તરીકે થઈ છે. ડૉ. શાહીન રોજની જેમ ગુરુવારે સાંજે જિમમાં કસરત કરવા પહોંચ્યા હતા. તેઓ ઘૂંટણિયે બેસીને કસરત કરી રહ્યા હતા, ત્યારે અચાનક તેઓ જમીન પર પડી ગયા અને તેમનું મૃત્યુ થયું.
નાગાંવ મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતા ડૉ. શાહીન
પ્રાથમિક માહિતી મુજબ, ડૉક્ટરના મૃત્યુ પાછળ કાર્ડિયાક અરેસ્ટ કારણ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, હજુ સુધી સત્તાવાર રીતે આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. આ ઘટના આસામના નાગાંવની છે. ડૉ. શાહીન રહેમાન નાગાંવ મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતા. રહેમાન સોશિયલ મેડિસિન વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા. તેમના આ અચાનક મૃત્યુથી પરિવારજનોમાં શોકનો માહોલ છે.
https://twitter.com/Delhiite_/status/2093227040753467438
હાર્ટ એટેકની બીમારી 50-60 વર્ષથી વધુ ઉંમરના લોકોને થાય છે
છેલ્લા કેટલાક વર્ષોથી હાર્ટ એટેક અને અચાનક મૃત્યુના આવા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહ્યા છે. જેમાં રમતી વખતે, નાચતા-ગાતા, ચાલતા-ફરતા અથવા વાત કરતી વખતે લોકોના અચાનક મૃત્યુના વીડિયો સામે આવ્યા છે. આવા વાયરલ વીડિયો જોઈને લોકોમાં ચિંતા જોવા મળે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવતું હતું કે હાર્ટ એટેક જેવી બીમારી 50-60 વર્ષથી વધુ ઉંમરના લોકોને થાય છે. પરંતુ હવે નાની ઉંમરના લોકોમાં પણ હૃદય સંબંધિત સમસ્યાઓ જોવા મળી રહી છે.
યુવાનોમાં કેમ વધી રહી છે હાર્ટ ડિઝીઝ?
આજના સમયમાં માત્ર વૃદ્ધો જ નહીં, પરંતુ યુવાનોને પણ હાર્ટ ડિઝીઝનું જોખમ રહે છે. તેના પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે, જેમ કે
- ધૂમ્રપાન અથવા વેપિંગ
- વધુ પડતા નશીલા પદાર્થોનું સેવન
- હૃદયના ધબકારા સાથે જોડાયેલી જન્મજાત સમસ્યાઓ
- પરિવારમાં હૃદયની બીમારીનો ઇતિહાસ
- ખરાબ જીવનશૈલી
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ