સમસ્તીપુર જિલ્લાના મોહદ્દીનગર બ્લોકથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપનો રહેઠાણ પ્રમાણપત્ર બહાર પાડવામાં આવ્યુ છે. આ સમાચાર સામે આવ્યા બાદ હંગામો મચી ગયો છે. આ મામલો એવા સમયે સામે આવ્યો છે. જ્યાં ડોગ બાબૂના નામ પર રહેઠાણ પ્રમાણ પત્ર બનાવવાનો મામલો હજુ સુધી થમ્યો નથી.આપને જણાવી દઇએ કે વિપક્ષ સતત SIRને લઇને વિરોધ પ્રદર્શન કરી રહ્યુ છે. આ મામલો સામે આવ્યા બાદ ફરી એક વખત અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
ટ્રમ્પનું પણ બનાવી દીધું નિવાસ પ્રમાણપત્ર
ડોનાલ્ડ ટ્રમ્પ અત્યાર સુધી ભારતમાં પોતાના ટેરિફને લઈને ચર્ચામાં હતા, પણ હવે તેમની એન્ટ્રી બિહારના ચૂંટણીમાં પણ થઈ ગઈ છે.હકીકતમાં, તેમનું એક નિવાસ પ્રમાણપત્ર વાયરલ થઈ રહ્યું છે જેમાં તેમને બિહારના સમસ્તીપુરના નિવાસી તરીકે બતાવવામાં આવ્યા છે. તેમના નામે આ સર્ટિફિકેટ મોહદ્દીનનગર બ્લોકમાં જારી કરવામાં આવ્યું છે. આ પ્રમાણપત્ર પર અરજીની તારીખ પણ લખેલી છે.
આ મામલે FIR પણ નોંધાઇ
આ અરજીપત્ર પર ડોનાલ્ડ ટ્રમ્પની ફોટો સાથે અનેક વ્યક્તિગત માહિતી આપી છે. આ ઘટના સામે આવતા તરત એક્શન લેવામાં આવી છે.રિપોર્ટ્સ પ્રમાણે, મોહિઉદ્દીનનગરના રાજસ્વ અધિકારીએ 4 ઑગસ્ટ 2025ના રોજે જ આ અરજી રદ કરી દીધી હતી. સાથે જ અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ સમસ્તીપુરના સાયબર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે SIR કાર્યને અસર કરવાનાં પ્રયાસરૂપે કરવામાં આવી શક્યુ હોય. આપને જણાવી દઇએ કે, આ પહેલા બિહારના વિપક્ષના નેતા તેજસ્વી યાદવે પણ પોતાનું નામ મતદાતા યાદીમાંથી હટાવી દેવાનો આરોપ લગાવ્યો હતો. તેમનું કહેવું હતું કે,SIR અંતર્ગત બહાર પડેલી ડ્રાફ્ટ મતદાતા યાદીમાં તેમનું નામ નથી.