ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ આજે ઓડિશાના દરિયાકાંઠે આવેલા એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી લોંગ રેન્જ સરફેસ-ટુ-એર મિસાઈલ (LR-SAM) 'કુશા'નું પ્રથમ ફ્લાઈટ ટેસ્ટ સફળતાપૂર્વક હાથ ધર્યું છે.

https://twitter.com/ANI/status/2080286326503661800

ભારતની હવાઈ સુરક્ષા ક્ષમતામાં વધારો

આ પરીક્ષણ સાથે ભારતની હવાઈ સુરક્ષા ક્ષમતામાં વધુ વધારો થયો છે. DRDO દ્વારા વિકસાવવામાં આવી રહેલી 'કુશા' મિસાઈલ સિસ્ટમ લાંબા અંતરેથી વિવિધ પ્રકારના હવાઈ ખતરાઓને નિષ્ક્રિય કરવાની ક્ષમતા ધરાવે છે. આ સિસ્ટમ દુશ્મનના ફાઈટર જેટ, મિસાઈલ, માનવરહિત વિમાન (UAV) તેમજ મોટા કદના યુદ્ધ વિમાનો સામે અસરકારક રીતે ઉપયોગી બની શકે છે.

સંરક્ષણ ક્ષેત્ર માટે મોટી ઉપલબ્ધિ

DRDOના જણાવ્યા મુજબ 'કુશા' મિસાઈલ સિસ્ટમ વિશાળ અંતર અને વિવિધ ઊંચાઈના ક્ષેત્રમાં હવાઈ લક્ષ્યોને ઓળખી અને તેનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે. આ આધુનિક સિસ્ટમ દેશની એર ડિફેન્સ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ મિસાઈલ સિસ્ટમને ભારતની આત્મનિર્ભર સંરક્ષણ ક્ષમતાના ભાગરૂપે વિકસાવવામાં આવી રહી છે. દેશની સરહદોની સુરક્ષા માટે લાંબા અંતરની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓની જરૂરિયાત વધી રહી છે, ત્યારે 'કુશા'નું સફળ પરીક્ષણ સંરક્ષણ ક્ષેત્ર માટે મોટી ઉપલબ્ધિ માનવામાં આવી રહ્યું છે.

વિવિધ ટેકનિકલ માપદંડોની ચકાસણી કરવામાં આવી

પરીક્ષણ દરમિયાન મિસાઈલની કામગીરી, ફ્લાઈટ ક્ષમતા અને વિવિધ ટેકનિકલ માપદંડોની ચકાસણી કરવામાં આવી હતી. DRDOના વૈજ્ઞાનિકો અને સંરક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા નિષ્ણાતોએ આ સફળતા બદલ મહત્વપૂર્ણ સિદ્ધિ ગણાવી છે. ભારત સતત પોતાની સ્વદેશી સંરક્ષણ ટેક્નોલોજીને મજબૂત બનાવી રહ્યું છે. 'કુશા' જેવી અત્યાધુનિક મિસાઈલ સિસ્ટમ ભવિષ્યમાં ભારતીય સશસ્ત્ર દળોની ક્ષમતામાં વધારો કરશે અને હવાઈ હુમલાઓ સામે દેશને વધુ સુરક્ષિત બનાવવામાં મદદરૂપ થશે.

આ પણ વાંચો : Railway: ભારે વરસાદને કારણે રેલવે વ્યવસ્થા પ્રભાવિત, 4 ટ્રેન કરાઇ રદ્દ તો અનેક ટ્રેનોના રૂટ બદલાયા