દશેરાના પર્વે દેશભરમાં અસત્ય પર સત્યના વિજયના પ્રતીક તરીકે રાવણના પૂતળાદહનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે પરંપરાગત રાવણ ઉપરાંત સમાજના અનિષ્ટોને દર્શાવતા અલગ અલગ પ્રતીકાત્મક પૂતળાં બાળવામાં આવ્યા હતા. દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સહિત દેશના વિવિધ વિસ્તારોમાં લોકોએ ડ્રગ્સ, નકલી દવા, ગંદકી તેમજ વિચારધારા સંબંધિત મુદ્દાઓને રાવણના રૂપમાં પ્રસ્તુત કર્યા હતા.

જ્ઞાનેશ કુમારને રાવણના રૂપમાં દર્શાવાયા

દિલ્હીમાં યુથ કોંગ્રેસ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને રાવણના રૂપમાં દર્શાવી તેમનું પૂતળાદહન કરાયું હતું અને 'વોટ ચોરી કી રાસલીલા' નામથી શેરી નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું. 

https://x.com/IYC/status/2112541658256671073 


30 ફૂટ ઊંચું કોકરોચનું પૂતળું બાળ્યું

જ્યારે પીતમપુરા વિસ્તારમાં કેશવ રામલીલા સમિતિએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાં સાથે ગંદકીના પ્રતીક તરીકે 30 ફૂટ ઊંચું કોકરોચનું પૂતળું બાળ્યું હતું. આ મામલે કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભિજીત દીપકેએ મફત પ્રચાર માટે આભાર માન્યો હતો, જ્યારે પાર્ટીના લીગલ હેડ રત્ના સિંહે તેને એક તમાશો ગણાવ્યો હતો. 


https://x.com/PTI_News/status/2112441324138041651?s=20 


નકલી દવાઓનું પુતળું સળગાવાયું

આ તરફ પશ્ચિમ વિહારની ઇન્દ્રપ્રસ્થ રામલીલા સમિતિએ સમાજની કડવી વાસ્તવિકતા સામે લાવવાની પરંપરા જાળવી ચોથું પૂતળું 'આજનો રાવણ' દહન કર્યું હતું. સમિતિના અધ્યક્ષ સંદીપ બિંદુના જણાવ્યા મુજબ, આ પૂતળું જેનેરિક દવાઓના ભાવમાં થતી ગેરરીતિ અને નકલી દવાઓના કાળા કારોબારનું પ્રતીક છે. તેમણે કહ્યું કે દવાઓના ભાવ સામાન્ય લોકોની પહોંચ બહાર થઈ ગયા છે અને નકલી દવાઓ જીવલેણ સાબિત થઈ રહી છે.

દીમાગી નક્સલવાદનું પુતળું સળગાવાયું

લખનૌના રામલીલા મેદાનમાં ખાસ થીમ પર રાષ્ટ્ર વિરોધી, સનાતન વિરોધી અને દીમાગી નક્સલવાદને નાથવાના હેતુ સાથે 75 ફૂટ ઊંચા રાવણનું પૂતળું તૈયાર કરાયું હતું. 

https://x.com/ANI/status/2112404533372690746?s=20 


ડ્રગ્સનું પુતળું સળગાવાયું

બીજી તરફ પંજાબના પ્રવાસે પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લુધિયાણાના ડેરેસી મેદાનમાં રાવણ દહન સમારોહમાં સામેલ થયા હતા. અહીં રાવણને પંજાબમાં ઝડપથી વધી રહેલા નશાકારક ડ્રગ્સ 'ચિટ્ટા'નું પ્રતીક બનાવાયો હતો. પંજાબમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલાં નશાનો મોટો મુદ્દો બન્યો છે. અમિત શાહે વાયદો કર્યો હતો કે જો ભાજપની સરકાર બનશે તો નશાને ખતમ કરાશે. 

મુસ્કાન-સાહિલનું પુતળું બાળવાનો પ્રયાસ

આ ઉપરાંત ઇન્દોરમાં 'પૌરુષ' નામની સંસ્થાએ સૌરભ રાજપૂતની હત્યાના કેસમાં ફાંસીની સજા પામેલા મુસ્કાન રસ્તોગી અને સાહિલ શુક્લાનું પૂતળું બાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે સમજાવ્યા બાદ પૂતળા પરથી બંનેની તસવીરો હટાવી સામાન્ય પૂતળું બાળવામાં આવ્યું હતું. 


આ પણ વાંચો  :    Dussehra Explainer: ફાફડા જલેબી આરોગી લીધા ? તો હવે વાંચો કે તમારા ચટકારાનો આખો ફંડા શું છે..