ભૂકંપની તીવ્રતા વધુ ન હોવાને કારણે કોઈ મોટી જાનહાનિ કે નુકસાન થયું નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સવારે 4:22 વાગ્યે ભૂકંપ આવ્યો હતો અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.6 માપવામાં આવી હતી. આશરે 10 મિનિટ બાદ બીજો ઝટકો પણ અનુભવાયો, જેની તીવ્રતા 3 હતી. ભૂકંપનું કેન્દ્ર કટરા થી લગભગ 92 કિમી દૂર હતું. આ પહેલા શનિવારે સાંજે અખનૂર વિસ્તારમાં ટોર્નેડો જોવા મળતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને થોડા કલાકોમાં ભૂકંપના ઝટકાઓએ ચિંતા વધારી દીધી.
https://twitter.com/NCS_Earthquake/status/2043105965680267356
જમ્મુના અખનૂર વિસ્તારમાં ટોર્નેડો આવ્યું હતું
શનિવારે સાંજે જમ્મુના અખનૂર વિસ્તારમાં ટોર્નેડો આવ્યું હતું, જેને કારણે લોકો ગભરાઈ ગયા હતા. હવામાન વિભાગના ડિરેક્ટર ડૉ. મુકતાર અહમદે જણાવ્યું કે આ અનોખી ઘટના લગભગ 10 મિનિટ સુધી ખુલ્લા મેદાનમાં રહી. સ્થાનિક પોલીસ મુજબ આ ઘટનામાં કોઈ નુકસાન થયું નથી.
લોકો ઘરમાં દોડી ગયા
લોકોએ હવામાં ફેરવાતો ધૂળનો વંટોળ જોયો, જેના કારણે ભયનો માહોલ સર્જાયો. ઘણા લોકો ઘરમાં દોડી ગયા અથવા સુરક્ષિત સ્થળે પહોંચી ગયા. ઘણા લોકોએ જણાવ્યું કે આવી ઘટના તેમણે પહેલા ક્યારેય જોઈ નહોતી. સોશિયલ મીડિયા પર લોકો આ ઘટનાના વીડિયો શેર કરતા જોવા મળ્યા, જેમાં લોકો ચિંતા વ્યક્ત કરતા અને પ્રાર્થના કરતા દેખાયા.
કાશ્મીરમાં અનોખી ઘટના
ડૉ. અહમદે કહ્યું કે આ ટોર્નેડો આ વિસ્તારમાં ખૂબ જ દુર્લભ ઘટના છે, જોકે ગયા વર્ષે પંજાબના કેટલાક વિસ્તારોમાં આવી ઘટનાઓ જોવા મળી હતી. તેમણે સમજાવ્યું કે આ ઘટના થન્ડરસ્ટોર્મ સેલ્સથી શરૂ થઈ અને પછી ઝડપથી ટોર્નેડોમાં બદલાઈ ગઈ. અધિકારીઓએ જણાવ્યું કે હવામાનમાં અચાનક ફેરફાર થયો—દિવસ દરમિયાન આકાશ સાફ હતું, પરંતુ સાંજે લગભગ 4:45 વાગ્યે કાળા વાદળો છવાઈ ગયા, જેના કારણે હળવો વરસાદ અને ગાજવીજ સાથે ઝાપટાં પડ્યા. બાદમાં વરસાદ ઘટતાં આકાશમાં ઈન્દ્રધનુષ પણ જોવા મળ્યો.