કાળા નાણાં અને મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં પ્રથમ વખત સત્તાવાર રીતે રોબર્ટ વાડ્રાનું નામ આરોપી તરીકે રાખ્યું છે.

વાડ્રા અને ભંડારી વચ્ચે નાણાકીય સંબંધોનો પર્દાફાશ

EDએ બ્લેક મની કેસમાં પ્રથમવાર રોબર્ટ વાડ્રાને આરોપી બનાવી નવી ચાર્જશીટ કરી દાખલ છે. આ મામલો યૂકે ડિફેન્સ ડીલર સંજય ભંડારી સાથે જોડાયેલા કથિત લેનદેન સાથે સંકળાયેલો છે. રોબર્ટ વાડ્રાનું નિવેદન જુલાઇ મહિનામાં PMLA હેઠળ રેકોર્ડ કરવામાં આવ્યો હતો. એજન્સીએ દાવો કર્યો છે કે વાડ્રા અને ભંડારી વચ્ચે નાણાકીય સંબંધોનો પર્દાફાશ થયો છે. જેમાં વિદેશી મિલકતો અને ભંડોળ ટ્રાન્સફરની તપાસનો સમાવેશ થાય છે. નવી ચાર્જશીટને કેસમાં એક વળાંક માનવામાં આવે છે.

બે મિલકતો વાસ્તવમાં વાડ્રાની બેનામી મિલકતો

રોબર્ટ વાડ્રાને નવમા આરોપી તરીકે નામ આપવામાં આવ્યું છે. કોર્ટ હવે 6 ડિસેમ્બરે આ મામલા પર વિચાર કરશે. એવી અપેક્ષા છે કે આગામી દિવસોમાં આ હાઇ-પ્રોફાઇલ કેસમાં રાજકીય તાપમાન વધુ વધશે. વાડ્રા કે કોંગ્રેસ પક્ષ તરફથી કોઈ પ્રતિભાવ આવ્યો નથી. રોબર્ટ વાડ્રા સામે EDની તપાસ બ્રિટિશ હથિયાર વેપારી સંજય ભંડારીના નામે નોંધાયેલી બે લંડન મિલકતો સાથે સંબંધિત છે. ED નો દાવો છે કે આ બે મિલકતો વાસ્તવમાં વાડ્રાની બેનામી મિલકતો છે.

22 નવેમ્બરે અરજી પર સુનાવણી

હથિયારોના વેપારી સંજય ભંડારી સાથે સંકળાયેલો કેસ પણ સમાચારમાં છે. કોર્ટ 22 નવેમ્બરે ED દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરશે. જેમાં ભાગેડુ ઉદ્યોગપતિની મિલકતો જપ્ત કરવાની માંગ કરવામાં આવી છે. સંજય ભંડારી સંરક્ષણ સોદાઓ સંબંધિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના કેસોમાં આરોપી છે અને તેમને પહેલાથી જ ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે. EDનો દાવો છે કે ભારતમાં ભંડારીની સંપત્તિ ગેરકાયદેસર રીતે હસ્તગત કરવામાં આવી છે અને PMLA હેઠળ તેમની જપ્તી જરૂરી છે. 

  • Follow us on: